________________
જ્યોતીન્દ્ર દવે
પ૯ તરીકે કામ કર્યા પછી ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં જોડાયા. સરકારના ઓરિએન્ટલ ટ્રાન્સલેટર તરીકે નિવૃત્ત થયા તે પછી ફરી એમણે કૉલેજના અધ્યાપક તરીકે મુંબઈમાં અને માંડવી(કચ્છ)માં કાર્ય કર્યું. જ્યોતીન્દ્રને ગંભીર વાંચવું અને વિચારવું બહુ ગમે, પરંતુ ગંભીર બોલવાનું એમની પ્રકૃતિને ઓછું રુચે. પછી તો એમના વ્યક્તિત્વની હવા જ એવી જામી ગયેલી કે એ બોલવા ઊભા થાય અને લોકો હસી પડે તો તરત પોતે ટકોર કરતા, “શોકસભા છે, જોકસભા નથી.” અને લોકો ફરી પાછા હસી પડતા. કૉલેજના વર્ગમાં પણ તેઓ ગંભીર બનીને ભણાવે ત્યારે વિદ્યાર્થીઓ એમને જોક કહેવા કહે અને અગંભીર જયોતીન્દ્ર હસ્યા વગર રહી ન શકે.
હાસ્યરસ વિરલ ગણાયો છે. તેમાં પણ લેખનમાં અને વક્તવ્યમાં, બંનેમાં હાસ્યરસ બહુ ઓછા લેખકો સિદ્ધ કરી શકે છે. “સ્વૈરવિહારી'ના ઉપનામથી હાસ્યરસિક લેખો લખનાર વિદ્વાન લેખક સ્વ. રામનારાયણ પાઠક લેખનમાં હળવા થઈ શકતા, પણ કોઈ સભાઓને ભાગ્યે જ હસાવતા. સ્વ. નવલરામ ત્રિવેદી સભાઓને ખડખડાટ હસાવ્યા કરે, પણ લેખનમાં એટલા હળવા નહોતા થઈ શકતા. પરંતુ જયોતીન્દ્રની કલમ અને જિહુવા બંને હાસ્યરસથી સભર હતી. એ બંને ઉપર એમનું પ્રભુત્વ અસાધારણ હતું. કોઈ ઊંઘમાંથી ઉઠાડી જાહેર સભામાં એમને બોલવા લઈ જાય તો સભામાં આપેલા વિષય ઉપર જ્યોતીન્દ્ર બે કલાક સુધી સતત હસાવી શકે. કોઈ લેખ લેવા આવે અને બે કલાકમાં લેખ જોઈતો હોય તો જયોતીન્દ્ર લખી આપી શકે. શીઘ્રલેખન અને શીઘવસ્તૃત્વ એ બંને જ્યોતીન્દ્રને સારી રીતે વરેલાં હતાં.
એમણે “ગુપ્તાની નોંધપોથી' દ્વારા ગુજરાતી વાચકવર્ગનું ધ્યાન ખેંચ્યું. પણ તેઓ વધુ પ્રસિદ્ધિ પામ્યા “રંગતરંગ'ના હાસ્યરસિક લેખો દ્વારા અને ધનસુખલાલ મહેતા સાથે લખેલી નવલકથા “અમે બધાં' દ્વારા. “રંગતરંગ'ના પાંચ ભાગ ઉપરાંત એમણે બીજા કેટલાક લેખસંગ્રહો આપ્યા, પણ જે ચમક રંગતરંગ'ના પાંચ ભાગના લેખોમાં જોવા મળી તે પછી એટલી જોવા ન મળી. પરંતુ એકંદરે હાસ્યરસિક, હળવા નિબંધોના ક્ષેત્રે એમણે જેટલી સિદ્ધિ દાખવી છે એટલી એમના કોઈ પુરોગામી લેખકમાં જોવા મળતી નથી. એમના પછી પણ વર્તમાન સમયમાં હળવા નિબંધના ક્ષેત્રે એટલું ચિરસ્થાયી અને સંગીન કાર્ય હજુ જોવા મળતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org