________________
પંડિત ધીરજલાલ ટોકરશી શાહ
પ૭ ઉપરનાં એમનાં પુસ્તકો પણ ઘણાં મહત્ત્વનાં છે. “મહાવીર વાણી', જિનોપાસના”, “સામાયિક વિજ્ઞાન”, “સિદ્ધચક્ર', “જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન', “નવતત્ત્વદીપિકા' વગેરે સંખ્યાબંધ પુસ્તકો એમના પાંડિત્યનાં દ્યોતક છે.
પંડિતજી મંત્રવિદ્યાના પ્રખર જાણકાર હતા. એ ક્ષેત્રમાં એમની ઉપાસના પણ ઘણી મોટી હતી. યંત્રો સહિત વિવિધ પ્રકારની ક્રિયાઓ સાથે તેઓ અનુષ્ઠાન કરતા કે કોઈને માટે કરાવી પણ આપતા. એના પ્રભાવથી પોતે સંકટ કે આપત્તિમાંથી બચી ગયા હોય એવી સ્વાનુભવની વાતો પંડિતજી પાસેથી તથા બીજા કેટલાકને મોઢેથી સાંભળી પણ છે. એમણે મંત્રવિદ્યા વિશે મંત્રવિજ્ઞાન', મંત્ર-ચિંતામણિ” અને “મંત્ર-દિવાકર' નામના ત્રણ મૂલ્યવાન ગ્રંથો આપ્યા છે. તે ઉપરાંત એમના અન્ય ગ્રંથોમાં મંત્ર, યંત્ર અને તંત્રની ઉપાસના વિશે વિદ્વત્તાપૂર્ણ ઘણી આધારભૂત માહિતી સાંપડી રહે છે..
પંડિતજીનું કૌટુંબિક જીવન સાદું, સંયમી અને સુખી હતું. એમના અનુષ્ઠાનથી જેમને લાભ થયો છે એવા એક ભાઈના નિમંત્રણથી તેઓ બે વખત અનુષ્ઠાન માટે લંડનની સફર પણ કરી આવ્યા હતા. જીવનની ઉત્તરાવસ્થામાં તેઓ આર્થિક દૃષ્ટિએ સાવ નિશ્ચિત બન્યા હતા, એટલું જ નહિ પણ પોતાના વતનમાં અને અન્યત્ર એમણે દાનમાં સારી રકમ પણ આપી હતી.
પંડિતજીએ નિરામય દીર્ધાયુ ભોગવ્યું અને સરસ્વતીદેવીના પ્રસાદ વડે પોતાના જીવનને ધન્ય બનાવ્યું. પંડિતજીનું જીવન એટલે વિદ્યાના ક્ષેત્રે પુરુષાર્થની અને પ્રાપ્તિની એક અનોખી ગાથા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org