________________
પંડિત ધીરજલાલ ટોકરશી શાહ
શતાવધાની પંડિત’ તરીકે વર્તમાન જૈન સમાજમાં જેમના વિશે ઉલ્લેખ થાય છે એ છે પંડિત ધીરજલાલ ટોકરશી શાહ. એંસી વર્ષની વયે મુંબઈમાં એમનું અવસાન થયું હતું. એમના અવસાનના થોડાક મહિના પહેલાં એમનાં પત્નીનું અવસાન થયું હતું. ત્યાર પછી પંડિતજીની પોતાની તબિયત બગડી, અને કેટલાક મંદવાડ પછી એમનો દેહવિલય થયો.
એમનાં પત્ની જ્યારે હૉસ્પિટલમાં હતાં ત્યારે એક દિવસ હું મારા એક મિત્ર શ્રી ગુલાબચંદ કરમચંદ શાહ સાથે ચીંચબંદર ઉપર આવેલા પંડિતજીના ઘરે મળવા ગયો હતો. ઋષિમંડળ સ્તોત્ર વિશે મારે એમને કેટલુંક પૂછવું હતું. લગભગ દોઢેક કલાક અમે એમના ઘરે બેઠા હતા. ઘણી વાતો નીકળી. પંડિતજીએ ત્યારે કહ્યું હતું, “એંશી વર્ષની ઉંમરે હજુ હું આખો દિવસ ટટ્ટાર બેસું છું; અઢેલીને બેસવાની મને જરા પણ જરૂર પડતી નથી. રોજ સવારે સાડા ત્રણ-ચાર વાગે ઊઠી જાઉં છું. પ્રાર્થના-સ્તુતિ કરું છું. ચાલીસ લોગસ્સનો કાઉસગ્ન કરું . આંખની તકલીફને લીધે બહાર જવાનું ઓછું કરી દીધું છે, પરંતુ બીજી કોઈ વાતની તકલીફ નથી. હવે તો પહેલાંની જેમ પૈસાની પણ ચિંતા નથી.”
પંડિત ધીરજલાલ ટોકરશી ઘણાં વર્ષોથી મુંબઈમાં ચીંચબંદર ઉપર લધાભાઈ ગણપત બિલ્ડિંગ(સરસ્વતી સદન)માં એક નાનકડી રૂમમાં રહેતા હતા. સો-દોઢસો ચોરસ ફૂટની જગ્યામાં એક ગાદી ઉપર પંડિતજી બેઠા હોય. એક બાજુ પોતાનાં વાંચવાનાં પુસ્તકો ગોઠવ્યાં હોય, બીજી બાજુ પોતાનાં વેચવાનાં પુસ્તકોની થપ્પીઓ હોય. ઘરમાં નહિ જેવું રાચરચીલું હોય. એની વચ્ચે પંડિતજી પોતે મસ્ત બનીને પોતાના વિદ્યાવ્યાસંગની પ્રવૃત્તિ ચલાવતા હોય, એ દશ્ય, એમનું ઘણું મોટું નામ સાંભળીને એમને મળવા આવનારને આશ્ચર્યચકિત કરી દે,
પંડિતજીએ વ્યવસાયે લેખનપ્રવૃત્તિ સ્વીકારી હતી. આપણા દેશમાં પંડિત લેખકો લેખનના વ્યવસાયમાંથી પોતાનું ગુજરાન ચલાવે એ પરિસ્થિતિ બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org