________________
વંદનીય હૃદયસ્પર્શ
ચીમનભાઈ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા, જૈન ક્લિનિક, મુંબઈ સ્થાનકવાસી જૈન મહાસંઘ, જૈન કેળવણી મંડળ, મુંબઈ જૈન યુવક સંઘ, સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, ભારત જૈન મહામંડળ, ભગવાન મહાવી૨ ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ સમિતિ વગેરે પચીસથી વધુ સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી કે ટ્રસ્ટીનો હોદ્દો ધરાવતા હતા. આટલી બધી સંસ્થાઓનાં કામને તેઓ એકલે હાથે કેવી રીતે પહોંચી વળતા હશે એવો પ્રશ્ન થાય. એનો જવાબ એ છે કે ચીમનભાઈ અત્યંત કુશળ વટીવટકર્તા હતા. તેઓ દરેક બાબતનો પુખ્ત અને ઝીણવટભર્યો વિચાર કરતા, પરંતુ નિર્ણય ત્વરિત લેતા. પોતાના હાથ નીચેના માણસોમાં પૂર્ણ વિશ્વાસ મૂકી તેમની પાસેથી હોંશથી કામ લેતા. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં તેઓ પોતાના મગજની સમતુલા અને સ્વસ્થતા ગુમાવતા નહિ.
૩૪
ચીમનભાઈ જેમ ચિંતનશીલ લેખક હતા તેમ કુશળ વક્તા અને વ્યાખ્યાતા હતા. લેખનમાં તેમ વક્તૃત્વમાં ગુજરાતી તેમજ અંગ્રેજી એ બંને ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રતિ વર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેઓ કોઈ એક વિષય ઉપર મનનીય વ્યાખ્યાન આપતા. એમના વક્તવ્યમાં હમેશાં ગહનતા, મૌલિકતા, નવો અભિગમ અને તાજગી રહેતાં. તેમની વાણી સ્પષ્ટ ને સચોટ હતી. શ્રોતાઓ પર તેનો ઊંડો પ્રભાવ પડતો.
સ્વ. પરમાનંદ કાપડિયાના અવસાન પછી ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રીપદની જવાબદારી ચીમનભાઈના માથે આવી પડી. એથી મોટો લાભ એ થયો કે વર્તમાન ભારતીય અને આંત૨૨ાષ્ટ્રીય રાજદ્વારી ને ઇતર ઘટનાઓ વિશેના તેમના વિચારો, ‘પ્રબુદ્ધ જીવન'ના વિશાળ વાચક વર્ગને સુલભ થયા હતા.
ચીમનભાઈ સાથેનો મારો પરિચય વિશેષ ગાઢ થયો શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે મને જવાબદારી એમણે સોંપી ત્યારથી. તે પહેલાં યુવક સંઘની કાર્યવાહક સમિતિની બેઠકોમાં અને અન્ય કાર્યક્રમોમાં એમને મળવાનું થતું, પરંતુ ત્યારે ઘણુંખરું ઔપચારિક વાતો થતી. જ્યારથી એમના નિકટના પરિચયમાં આવવાનું થયું ત્યારથી એમના વ્યક્તિત્વનાં વિવિધ સુંદર પાસાંઓનું દર્શન થતું ગયું હતું. કેટલીક વાર એમની સાથે પ્રવાસ કરવાનું પણ થયું હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી એમની જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org