________________
૩૯
ચીમનલાલ ચકુભાઈ શાહ
આંખો સહેજ ખોલતા, પરંતુ નિહાળવાની શક્તિ ઘણી ઓછી થઈ ગઈ હતી. હજી તેઓ સાંભળી શકતા હતા અને કંઈ પૂછીએ તો થોડી વારે ધીમે ધીમે ઉત્તર આપતા હતા.
,,
બીજે દિવસે સવારે હું તેમની પાસે ગયો ત્યારે તેઓ મોં આખું ખોલીને જે રીતે લાંબા શ્વાસ લઈ રહ્યા હતા તે જોતાં એમની અંતિમ પળ પાસે આવી રહી છે એમ લાગ્યું. પૂ. મહાસતીજી શ્રી ધર્મશીલાએ ‘સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું.” એ પદનું રટણ ચાલુ કર્યું હતું. પૂ. મહાસતીજીએ એમને કહ્યું, “ચીમનભાઈ ! તમને બધાં પચ્ચખાણ સાથે સંથારો લેવડાવું ?’ એ વખતે ચીમનભાઈએ સંમતિ દર્શાવી અને પોતાની મેળે બે હાથ ઊંચા જોડ્યા અને પથારીમાં બેઠા થઈ ગયા. આટલી બધી તાકાત એમના શરીરમાં અચાનક ક્યાંથી આવી ગઈ એ નવાઈ પમાડે તેવું દશ્ય હતું. મહાસતીજીએ સંથારો ઉચ્ચાર્યો તે પછી ચીમનભાઈના ચહેરા પર નિર્દોષ પ્રસન્નતા અને અસાધારણ તેજ પથરાઈ ગયાં. આ એક ચમત્કૃતિ-ભરેલી ઘટના બની ગઈ. મનુષ્યને ધર્મના તત્ત્વમાં શ્રદ્ધા પ્રેરે એવી એ ઘટના હતી. ત્યાર પછી થોડી વારે તેમણે પોતાનો દેહ છોડ્યો.
અવસાન પછી ચીમનભાઈના શ૨ી૨માં ધીમે ધીમે તેજ વધવા લાગ્યું. હવે એમની આંખો પોતાની મેળે ખુલ્લી રહેવા લાગી. ડૉક્ટરના બંધ કરવા છતાં તે બંધ રહેતી નહોતી. એમના ચહેરા ઉપર સ્વસ્થતા અને શાંતિ પથરાયેલાં દેખાતાં હતાં.
ચીમનભાઈના લૌકિક જીવનનો આ રીતે અંત આવ્યો. એક મહાન વિભૂતિની જીવનલીલા આ રીતે પૂર્ણ થઈ.
છેલ્લી માંદગી દરમ્યાન ચીમનભાઈની ધર્મતત્ત્વની ખોજ વિશેષપણે ચાલી. પોતાને જે અનુભવો થતા ગયા તે તેમણે ‘પ્રબુદ્ધ જીવન'ના છેલ્લા ત્રણ અંકોમાં પ્રગટ કર્યા. પરંતુ એમાં જેટલું લખાયું તેટલું જ તેમને કહેવાનું હતું એમ ન કહી શકાય. તે પછીના છેલ્લા પાંચ-સાત દિવસમાં એમને જે અનુભૂતિ થયા કરી તેને તેઓ શબ્દમાં વ્યક્ત ન કરી શક્યા, પરંતુ તેઓ જો કંઈ લખાવી શક્યા હોત તો એક વિશેષ અનુભૂતિનો પ્રકાશ આપણને સાંપડ્યો હોત.
મૃત્યુના સંદર્ભમાં પ્રજ્ઞાશીલ મનુષ્યની જીવનદૃષ્ટિ ઉત્તરોત્તર કેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org