________________
४८
વંદનીય હૃદયસ્પર્શ લીધા હતા. આહારમાં પૂરો સંયમ તેઓ રાખતા. વિનાકારણ કોઈને ત્યાં જવલ્લે જ જતા. રસ્તામાં પણ ઊભા રહી કોઈ સાથે બહુ વાતો કરતા નહિ. સામાજિક વ્યવહારમાં પણ અનિવાર્ય હોય ત્યાં જ જતા અને કામ પત્યે તુરત પાછા ફરતા. કોઈ કાર્યક્રમમાં જવાનું થાય તો ત્યાં તેઓ સમયસર જ પહોચે ને કાર્યક્રમ પૂરો થતાં કોઈને મળવા ખાતર પણ ખાસ રોકાયા વિના પાછા ફરે.
એક વખત મુંબઈના એક પ્રતિષ્ઠિત વિદ્વાનના કાર્યક્રમમાં એમને બોલવાનું હતું. તેઓ સમયસર હૉલ ઉપર પહોંચી ગયા. હૉલમાં દાખલ થનાર તેઓ જ પ્રથમ હતા. હૉલમાં નોકરો સાફસૂફી કરી રહ્યા હતા. ઝાલાસાહેબ અડધો કલાક ત્યાં બેઠા. એકાદ-બે શ્રોતાઓ સિવાય આયોજકોમાંથી કોઈ ત્યાં આવ્યું નહોતું. એટલે ઝાલાસાહેબ પાછા ઘરે ચાલ્યા આવ્યા હતા. ઝાલાસાહેબ આવીને પાછા ચાલ્યા ગયા છે તેની ખબર પડતાં આયોજકોએ એમને ઘરે જઈ ક્ષમા માગી હતી.
કૉલેજનાં પર્યટનોમાં ઝાલાસાહેબ અચૂક જોડાતા. જોકે ત્યાંયે હરફર ન કરતાં એકાદ સ્થાન પસંદ કરીને બેસી જતા. કૉલેજ જવા-આવવામાં પણ ઘર પાસેથી ટ્રેઇનમાં મરીન લાઈન્સ સ્ટેશને જવાનો અને ત્યાંથી ચાલતાં કૉલેજ જવાનો એમનો ક્રમ વર્ષોથી એકધારો રહેલો. એટલે મુંબઈના બસવ્યવહારથી પણ તેઓ બહુ પરિચિત નહોતા અને બસમાં બેસવું પણ એમને ફાવતું નહિ.
ઝાલાસાહેબ બહારની બહુ જવાબદારીઓ સ્વીકારતા નહિ અને સ્વીકારે તો નિષ્ઠાપૂર્વક ને સમયસર પાર પાડતા. પ્રસિદ્ધિથી દૂર રહેવાની પોતાની પ્રકૃતિને કારણે સારાસારા કાર્યક્રમોમાં પણ તેઓ વક્તા કે પ્રમુખ થવાનું ટાળતા. સહજ રીતે જે સંબંધ વિકસે તે સિવાય નવા સંબંધો બાંધવાની ઉત્સુકતા તેઓ રાખતા નહિ. એ જ રીતે સંબંધનો ઉપયોગ કરી કદી કોઈ લાભ લેવામાં પણ તેઓ માનતા નહિ. એમનું જીવન જ એવી રીતે ગોઠવાયું હતું ને અંગત ઘણીખરી બાબતોમાં એમણે એવો સ્વાશ્રય મેળવ્યો હતો કે પોતાને માટે બીજા કોઈ પાસેથી કંઈ પણ અપેક્ષા રાખવાની એમને જરૂર જ પડતી નહિ.
સરકારી કે યુનિવર્સિટીની અનેક સમિતિઓમાં એમની નિમણૂક થતી રહેતી, પણ તેમાંયે એમનું વલણ હંમેશાં તટસ્થ અને નીડર રહેતું. પોતાના સ્પષ્ટ અને સાચા અભિપ્રાયથી કોઈને માઠું લાગે તો એની તેઓ પરવા રાખતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org