________________
ચીમનલાલ ચકુભાઈ શાહ
૩૫ ભલામણથી એમની પાડોશમાં અમને ઘર મળ્યું હતું, એટલે વારંવાર મળવાનું અને સાથે બહાર જવાનું બનતું. જૈન ધર્મના વિવિધ વિષયોની એમની સાથે ચર્ચા થતી. તેઓ સ્થાનકવાસી સંપ્રદાયના મુખ્ય આગેવાન હતા, પરંતુ સંકુચિત સંપ્રદાયપરસ્તી એમનામાંથી નીકળી ગઈ હતી. એથી જ એમણે લંડનના જૈનોને મંદિર બાંધવા માટે ખાસ ભલામણ કરી હતી અને અમારી સાથે શત્રુંજયની યાત્રાએ આવવાની ઇચ્છા દર્શાવી હતી. એમના સાંન્નિધ્યમાં અમને અપાર વાત્સલ્ય અનુભવવા મળતું.
ચીમનભાઈનો અંતકાળ એક બહુશ્રુત તત્ત્વચિન્તકને શોભે તેવો હતો. પોતે હૉસ્પિટલમાં દાખલ થયા, ઑપરેશન કરાવ્યું. ઘરે પાછા આવ્યા અને દેહ છોડ્યો ત્યાં સુધીના લગભગ પચાસ દિવસના ગાળાના એમના જીવનને વારંવાર નજીકથી નિહાળવાનું મારે બન્યું હતું અને તેનો પ્રભાવ ચિત્તમાં સુદઢપણે અંકિત થયો હતો. ચીમનભાઈ સાચા અર્થમાં તત્ત્વચિંતક હતા તેની પ્રતીતિ એમના આ અંતકાળમાં વિશેષપણે થઈ હતી.
છેલ્લાં કેટલાંક વર્ષથી ચીમનભાઈ જાહેર સભાઓમાં, ખાસ કરીને એમના જન્મદિનની ઉજવણીના પ્રસંગે, વખતોવખત એમ કહેતા : “મને મૃત્યુનો ભય નથી. આ પળે મૃત્યુ આવે તો પણ હું તે માટે સજ્જ છું.” પોતે ઉચ્ચારેલું આ કથન એમણે પોતાના અંતકાળમાં ચરિતાર્થ કરી બતાવ્યું. - છેલ્લાં દોઢેક વર્ષથી ચીમનભાઈની પડોશમાં રહેવાને કારણે મારે વારંવાર સાંજના સમયે એમને મળવાનું થતું. હું મળે ત્યારે જડ અને ચેતન તત્ત્વ, જીવ અને આત્મા, વિશ્વનું સ્વરૂપ અને વ્યવસ્થા વિશે ઘણી વાર ચર્ચા ચાલતી. છેલ્લા દિવસોમાં તેઓ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની બૃહદ્ આવૃત્તિ નિયમિત વાંચતા. દેહ અને આત્માની ભિન્નતા અને દેહની અનિત્યતા વિશેનાં શ્રીમદ્ રાજચંદ્રનાં ઘણાં માર્મિક વચનો તેઓ મને વંચાવતા અને એ બધાં વિશે પોતે કંઈક લખવા ઇચ્છે છે એમ વારંવાર કહેતા. એમાંના એકાદ વિષય પર એમણે એક લેખ લખીને “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ પણ કર્યો હતો.
ચીમનભાઈનું આરોગ્ય ઠેઠ બાલ્યકાળથી બહુ સુખરૂપ રહ્યું ન હતું. તેમને પેટની તકલીફ વારંવાર થતી હતી. એને કારણે પોતાના જાહેર જીવનમાં હરવા-ફરવાની દષ્ટિએ એમણે કેટલીક મર્યાદાઓ સ્વીકારી લીધી હતી. તેઓ પ્રકૃતિએ એટલા સ્વસ્થ અને શાંત હતા કે તેમને હૃદયરોગનો હુમલો થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org