________________
બીજે દિવસે લગ્નનો સમય નજીક આવ્યો. તે વખતે પાલખીમાં બેઠેલી ગુણસુંદરી હાથમાં સ્વયંવરમાળા લઇને રાજસભામાં દાખલ થઇ. સોળે શણગાર સજેલી રાજબાળાને ખેચરપુરુષો અગ્નિકુંડ પાસે લઇ ગયા.
તે સમયે પર્વત જેવા દુર્ધર પરાક્રમી વિદ્યાધર રાજકુમારો ત્યાં આવ્યા. પણ અગ્નિકુંડની પાસે જવા પણ તેઓ સમર્થ થયા નહીં. તે વિદ્યાધરોએ ઘણા ઉપાયો કર્યા, પણ તેઓ અગ્નિવૃક્ષના ફળ મેળવી શક્યા નહીં અને ખેદ પામ્યા. તેથી લોકો વિચારમાં પડી ગયા કે હવે શું થશે ? ત્યાં તો મહીપાલકુમાર ઉભો થઇ પોતાની ભુજાને થાબડતો અગ્નિકુંડ પાસે આવ્યો અને ઊંચા હાથ કરી મોટા અવાજે કહ્યું કે, ‘પરાક્રમી અને વિદ્યા તથા સંપત્તિથી શોભનારા હે રાજપુત્રો ! જો હજુ પણ પુરુષાર્થની ઇચ્છા હોય તો અવસર છે. નહીં તો તે વૃક્ષના ફળની લંબને તમારા સૌની સમક્ષ, હું ગુણસુંદરી સહિત ગ્રહણ કરીશ.’
મહીપાલકુમારનાં આવા વચનો સાંભળીને વિદ્યાધરોના રાજાઓ તથા રાજકુમારો લજ્જાથી નીચું જોઇ રહ્યા. બીજા લોકો કૌતુકથી ઊંચા મસ્તક કરી જોવા લાગ્યા. ત્યારે કુમારે ખેચરી વિદ્યા યાદ કરીને લીલામાત્રથી તે વૃક્ષ પાસે જઇ ફળોની લંબ હાથથી લઇ આનંદપૂર્વક રાજકન્યાને અર્પણ કરી. લોકોએ જયજયકાર કર્યો. મહીપાલકુમાર અને ગુણસુંદરીનો લગ્નોત્સવ :
રાજકુમારીએ રોમાંચ સાથે કુમારના કંઠમાં વરમાળા પહેરાવી ત્યારે કલ્યાણસુંદ૨ રાજા કુમારને વિરૂપ નેત્રવાળો અને વક્ર અંગવાળો જોઇ મનમાં વિચારવા લાગ્યો કે, આ કુમાર જોવામાં કદરૂપો લાગે છે, પણ ચરિત્રથી, ગુણોથી અને વંશથી જગતમાં વંદન કરવા યોગ્ય હશે, એમ હું ધારું છું. એમ વિચારી કુમાર પાસે જઇ સ્નેહયુક્ત વાણીથી પૂછ્યું, ‘હે ઉત્તમ ! ગુણ, વિનય અને શક્તિથી તમારાં જાતિકુલ વગેરે સમગ્ર લોકથી અધિક છે, એમ હું માનું છું, તો પણ હે કુમાર ! તમે વિદ્યાધર છો ? કોઇ દેવતા છો ? કે કોઇ નાગકુમાર છો ? તમે કોણ છો ? તે કહીને મારા કાનને પવિત્ર કરો.'
રાજાનું કહેવું સાંભળીને કુમારે પોતાનું સ્વાભાવિક રૂપ પ્રગટ કર્યું. તે જોઇને રાજા ખુશ થયો. લોકોએ જયજયકાર કર્યો, દેવોએ મહીપાલકુમાર પર પુષ્પોની વૃષ્ટિ કરી. દેવપાળે પણ પોતાના લઘુબંધુને જોઇ સંભ્રમથી ઉભા થઇ હર્ષથી ગાઢ આલિંગન કર્યું અને સ્નેહપૂર્વક કહેવા લાગ્યો, ‘ભાઇ મહીપાલ ! તું ક્યાં જતો રહ્યો હતો ? તારા ગયા પછી વિયોગ પામેલા આપણા માતા-પિતા તને જ યાદ કરી કરીને દુર્બળ બનેલા માત્ર દેહ ધરીને રહ્યા છે. હું સ્વયંવરની સ્પૃહાથી અહીં આવ્યો નથી, પણ આ મહોત્સવમાં શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૮