________________
દેશના સાંભળતાં જ બે કરોડ ભવ્યજીવોને કેવળજ્ઞાન થયું તથા તે તીર્થના ધ્યાન વડે બીજા પણ ઘણા લોકોને કેવળજ્ઞાન થયું. તેથી રાજાએ આશ્ચર્યચકિત થઇ કહ્યું કે, આ તો સિદ્ધરાજ પર્વત છે.” આમ, શત્રુંજયનું નામ “સિદ્ધરાજ' વિખ્યાત થયું.
તિ સિદ્ધરાન: ના રઘુડનુકથા I(૯) બાહુબલિ નામનું આલંબન કેલિપ્રિય રાજા
બાહુબલિ કુમારને કેવળજ્ઞાન થયું.” આવો કોલાહલ ચારે તરફ સાંભળી એક નગરજને બીજાને પૂછ્યું, “શું આ સત્ય છે ? કેમ બન્યું આ ?' ત્યારે પેલા નગરજને કહ્યું કે, “ભાઈ ! સાંભળ - આ વાત તદ્દન સત્ય છે.'
‘આપણા નગરના ઉદ્યાનમાં માનમર્દનસૂરિજી નામના આચાર્ય ભગવંત પધાર્યા છે. તેઓ દેશનામાં શત્રુંજયગિરિનો મહિમા સંભળાવી રહ્યા હતા. તે સાંભળીને ગિરિરાજનું ધ્યાન ધરતા બાહુબલિ કુમારના ઘાતકર્મોનો ક્ષય થયો ને કેવળજ્ઞાન થયું.”
હવે, બાહુબલિ કેવલી શત્રુંજયતીર્થ તરફ વિહાર કરે છે. આથી આપણા કલાકેલિનગરના રાજા કેલિપ્રિય અને રાણી કેલિપ્રિયા બધા શત્રુંજયની યાત્રા કરવા જશે.'
આ રીતે સંઘસહિત રાજા કેવલી ભગવંતની નિશ્રાએ શત્રુંજયે પધાર્યા. કેવલીએ ત્યાં દેશના આપી. તે સાંભળતાં સાંભળતાં એક કરોડ આત્માઓ ત્યાં મુક્તિમાં ગયા અને બાહુબલિમુનિ પણ આયુષ્યનો ક્ષય થવાથી ત્યાં મુક્તિમાં ગયા. તેથી રાજાએ આ પર્વતનું નામ “બાહુબલિ' આપ્યું.
અથવા મતાંતરથી ઋષભદેવના પુત્ર બાહુબલિ એક હજારને આઠ મુનિઓ સાથે મોક્ષમાં ગયા. તેથી આ તીર્થનું બાહુબલિ નામ વિખ્યાત થયું.
॥ इति बाहुबलि: नाम्नि केलिप्रियनृपकथा ॥ (૧૦) મરૂદેવ નામનું આલંબન ચંદનરાજા, સ્વામીનાથ ! હું રાત્રીએ સુખપૂર્વક સૂતેલી હતી ત્યારે સ્વપ્નમાં મેં પુષ્પોષી પૂજાયેલા ઋષભદેવ ભગવાનને જોયા.’ મરૂદેવી નામની રાણી પોતાના સ્વામી વીરનગરના રાજા અનંગસેનને આ પ્રમાણે કહે છે, ત્યારે રાજા કહે છે : દેવી ! આપણો પુત્ર પુન્યશાલી થશે.
રાણીએ શુભ દોહલાપૂર્વક ગર્ભનું પાલન કર્યું. ઉચિત સમયે પુત્ર જન્મ્યો. એનું મરૂદેવ નામ રાખ્યું. કામદેવ સરખો કુમાર વૃદ્ધિ પામ્યો. યુવાન થતાં ચંદ્રપુરનગરના
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૫૯