________________
શત્રુંજ્યના દાદાની વિવિધ પૂજાઓ.
(વર્તમાનમાં બનેલા પ્રસંગો, “ચાલો જિનાલયે જઇએ'ના આધારે.) હાં... આજે પણ જયવંતો છે... દાદા ! તારા પ્રત્યેનો ભક્તિભાવ...!
| શત્રુંજયના દાદાની ચંદનપૂજા શત્રુંજય ગિરિરાજનો અને આદિનાથ દાદાનો એવો આગવો પ્રભાવ છે કે દૂર દૂરથી અહીં ભાવિકો યાત્રા કરવા આવે છે. આવે છે એટલું જ નહિ વિવિધ ભાવનાઓ લાવે છે.
એક વખત એક યુવાન મુંબઇથી યાત્રા કરવા આવેલો. પોતાની સાથે રૂા. ૨૦૦૦/-નું કેસર પણ લાવેલો અને એ બધું જ કેસર દાદાની ભક્તિમાં વાપરવાની ભાવના સાથે ઉપર ચડ્યો.
હૈયામાં સંકલ્પ કરેલો કે, “આજે જેટલા ભાવિકો પરમાત્માની પૂજા કરે તે બધાની વાટકીમાં મારું કેસર હોવું જોઇએ...' તો શું કરવું ?
જ્યાં જયાં પૂજારીજી કેસર ઘસતા હતા ત્યાં ત્યાં જાતે જઇને પોતાનું કેસર નાંખી દીધું. ઉપરાંતમાં બધાને ૧૦૦/- - ૧૦૦/- રૂા.ની નોટ બક્ષીસ આપી અને કહ્યું, આજે મારું કેસર પણ ભેગું લસોટી નાંખજો.' લાલ ચટાક ચંદન તૈયાર થયું. ભાવિકો વાટકીઓ ભરીને ફૂલની થાળી લઈને પૂજાની લાઈનમાં બેઠા. બધાના હાથમાં ચટાકેદાર કેસર જોઈ યુવાન નાચી ઉઠ્યો... એનું અંતર આનંદથી ઝૂમી ઉઠ્યું. તે દિવસે આદીશ્વર દાદાનો દેદાર પણ જાણે સાક્ષાત્ કેશરીયા દાદા જેવો થયો. આવી ચંદનપૂજા ગિરિરાજ ઉપર ઘણીવાર થાય છે. હવે પુષ્પપૂજાની વાત જાણીએ.
શત્રુંજયના દાદાની પુષ્પપૂજા ફૂલમાં મુખ્ય બે ગુણ સુગંધ અને કોમળતા. આપણા જીવનમાં આ બંને ગુણની ખૂબ જ આવશ્યકતા છે. સગુણોની સુવાસ અને હૈયાની કુણાશથી આત્મા મોક્ષમાર્ગમાં ખૂબ ઝડપથી આગળ વધે છે.
આવી સમજણ અને ભાવનાથી એક યુવાન ગિરિરાજ ઉપર આવેલો. ગિરિરાજના દર્શનનો વિચાર કર્યો ત્યારથી હૈયામાં ભાવના ભાવેલી કે, “આ વખતે મારા દાદાને ફૂલોથી મઠી લેવા છે. એટલે ઉપર આવતાંની સાથે ત્યાં બેઠેલા બધા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૩૧