Book Title: Shatrunjay Mahatmya Sar
Author(s): Dhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 475
________________ તેથી આદિદેવ પ્રભુના એ તપનું નામ “વર્ષીતપ પડ્યું અને શ્રેયાંસકુમારથી દાન ધર્મનો પ્રારંભ થયો. ત્યાં શ્રેયાંસકુમારે લોકને દાનધર્મ સમજાવ્યો. જેમાં : અન્નનો એક કણ કે પાણીનું એક ટીપું પણ લેવાયું નહોતું. એ ૪૦૦૪૦૦ ઉપવાસની શ્રી ઋષભદેવ પરમાત્માની ઘોર-વીર ઉગ્ર તપશ્ચર્યાના પારણાનો દિવસ એટલે અક્ષય તૃતીયાના પાવન પર્વ તરીકે સુપ્રસિદ્ધ થયો. વરસોના વહાણા વીત્યા છતાં આજે એ તપની આરાધના સ્વરૂપે. એક ઉપવાસ, એક દિવસ બેસણું આ રીતે લાગલગાટ ૧૩-૧૩ મહિનાઓ સુધી મનોબળ કેળવી પુણ્યાત્માઓ વર્ષીતપની આરાધના કરે છે. આપણે પણ આપણા જીવનમાં એક વખત આવી આરાધના કરી જીવન ધન્ય બનાવીએ, અક્ષપદને પામીએ એજ શુભ ભાવના. | વૈશાખ વદ ૬, જૈન શાસનની જબ્બર જો કોઈ શાન હોય તો તે છે શત્રુંજય તીર્થાધિરાજ... જેમના ગુણો જેટલા ગાઇએ તેટલા ઓછા છે. એટલું જ નહીં... જ્ઞાની, મહાજ્ઞાની, કેવલજ્ઞાની એવા મહાવિદેહ ક્ષેત્રની પૃથ્વીતલને પાવન કરતા શ્રી સીમંધરસ્વામી ભગવંત પણ પોતાના મુખથી આ શાશ્વતગિરિરાજના મહિમાના ગુણગાન કરે છે. આ પાવન ભૂમિ ઉપર આ અવસર્પિણી કાળમાં સૌપ્રથમ ભરત મહારાજા છ'રી પાલિત સંઘ સાથે પધાર્યા અને તેમણે આ તીર્થનો પ્રથમ જીર્ણોદ્ધાર કરાવ્યો... એમ કાળ પસાર થતાં જે તે સમયે ઉદાર દિલ દાનવીરો એ આ તીર્થનો ઉદ્ધાર કરેલો છે. તેમાં... વર્તમાનમાં ગિરિરાજ ઉપર મૂળનાયક શ્રી આદિશ્વરદાદા બિરાજમાન છે. તેમની પ્રતિષ્ઠા વિ.સં. ૧૫૮૭ વૈશાખ વદ ૬ના શુભ દિવસે પૂ. આચાર્યભગવંત શ્રી વિદ્યામંડન સૂરિજી મ. આદિના વરદ્ હસ્તે થયેલ છે. તેથી દાદાની વૈશાખ વદ-૬ના વર્ષગાંઠના દિવસે કેટલાય ભાગ્યશાળીઓ પધારી, દાદાની સાલગીરીની ઉજવણી કરી ધન્ય બને છે... [ અષાઢ સુદ-૧૪ આ દિવસે જે પુણ્યશાળીઓ... સિદ્ધગિરિની છત્ર છાયામાં રહી ચાર્તુમાસની આરાધના કરવા ઉદ્યમવંત બને છે. તે પુણ્યાત્માઓ... શાશ્વત ગિરિરાજની ચાર્તુમાસ પ્રારંભના પૂર્વ દિવસે યાત્રા સ્પર્શના, અર્ચના કરી, ધન્યતા અનુભવે છે... દાદા આદેશ્વરજીની પૂજા-સેવા દ્વારા અત્યંત રોમાંચિત બને છે. શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૫૪

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496