________________
ઉપવાસ કરવો. રત્નના પાંચ મેરૂ કરવા, તેમાં ચાર દિશાએ ચાર નાના મેરૂ કરવા. રત્નના ન બને તો ઘીના મેરૂ કરવા. તેની પાસે ચાર દિશાએ ચાર નંદાવર્ત કરવા.
અક્ષય તૃતિયા... અખાત્રીજ વૈશાખ સુદ-૩ જયારે... આત્મા ઉપર અજ્ઞાનતાનો અંધારપટ છવાઈ જાય છે. ત્યારે તે પરવશ બની કેવા ભયંકર કર્મોના બંધનોથી બંધાઈ જાય છે. તેનો ખ્યાલ વિચાર આત્માને રહેતો નથી. બસ... આવી જ એક ઘટના... પરમ ઉચ્ચપદને પ્રાપ્ત કરનાર એવા ધન આદિકરનારા, ધર્મ સ્થાપક, ધર્મ પ્રરૂપક પ્રથમ તીર્થકર ઋષભદેવ પ્રભુના જીવન બની છે... પરમતારક પ્રભુ એ... ચૈત્ર વદ-૮ના દીક્ષા ગ્રહણ કરી બસ ત્યારથી કર્મનો ઉદય થયો. પ્રભુ જયાં જયાં ત્યાં તેમને આહાર પાણી યોગ પ્રાપ્ત ન થાય... એક માસ પસાર થયો.. બે માસ ત્રણ માસ ચાર માસ અરે... બારબાર માસ થયા છતાં પ્રભુને ક્યાંય પણ આહાર-પાણીની પ્રાપ્તિ ન થઈ.
પ્રભુને તો પ્રજાજનો પોતાના રાજા સમજીને હાથી, ઘોડા, રથ, હીરા, માણેકમોતી આપે છે. પણ પ્રભુ હવે તેના ત્યાગી છે. મૌનવ્રતધારી પરમાત્મા કશું જ લીધા વિના પાછા ફરે છે ને પોતાના સાધનામાં લીન બની જાય છે.
આટલો દીર્ઘકાળ આહાર-પાણી ન મળવા છતાં પરમાત્માના દિવલમાં કોઇ દીનતા કે હીનતા નથી પણ તપોવૃદ્ધિમાં અનેરો આનંદ છે. એટલું જ નહીં સૂર્યના તેજની જેમ, તપના તેજથી પરમાત્મા શોભી રહ્યા છે. પ્રભુ સંયમધર્મની સાધનામાં ભારડ પક્ષીની જેમ અપ્રમત્ત છે. અખંડ રીતે શુભ ધ્યાનની ધારમાં મગ્ન છે...
એમ કરતાં... વૈ.સુ. ૩ની સુવર્ણ પ્રભાત થઈ. પરમાત્મા મધ્યાહ્ન સમયે ભિક્ષા માટે નીકળ્યા છે. લોકોના ટોળે ટોળા પ્રભુની પાછળ કુતૂહલથી શોરબકોર કરી રહ્યા છે. તે વખતે પરમાત્માના પ્રપૌત્ર શ્રેયાંસકુમાર રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા. ભગવંતને જોતા જ શ્રેયાંસકુમારને પૂર્વ જન્મનું જ્ઞાન (જાતિસ્મરણ) થયું.
પોતાના આંગણે પધારેલા પોતાના વડદાદા ઋષભદેવ ભગવાનને શેરડીના રસનું દાન કર્યું, શુદ્ધ ભિક્ષા મળવાથી ભગવાને પારણું કર્યું. તે વખતે ગગનમાં ધ્વનિ થયો. અહો દાન... અહો દાન... ની ઘોષણા સાથે દિવ્ય વૃષ્ટિ થઇ...
માટે કહ્યું છે... કે... પરમાત્મા ઋષભદેવ જેવું... શ્રેષ્ઠતમ પાત્ર શ્રેયાંસકુમાર જેવો ભાવ... શેરડીના રસનું દાન... ઉત્તમ ગણાય છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૫૩