Book Title: Shatrunjay Mahatmya Sar
Author(s): Dhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 488
________________ શ્રી શત્રુંજયના ૨૧ નામ સંબંધી ખમાસમણના દુહા. સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ............ અંગ વસન મન ભૂમિકા, પૂજો પગરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર......... કાર્તિક સુદિ પૂનમ દિને, દસ કોડી પરિવાર; દ્રાવિડને વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. ............. ૩ તિણે કારણે કાર્તિક દિને, સંઘ સકલ પરિવાર; આદિદેવ સન્મુખ રહી, ખમાસમણ બહુ વાર............. ૪ એકવીશ નામે વર્ણવ્યો, તિહાં પહેલું અભિધાન; શત્રુંજય શુકરાજથી, જનક વચન બહુમાન.............. ૫ સિદ્ધા. ૧ સમોસર્યા સિદ્ધાચળે, પુંડરીક ગણધાર; લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભામોઝાર. .......... ચૈત્રી પૂનમને દિને, કરી અણસણ એક માસ; પાંચ કોડી મુનિ સાથશું, મુક્તિ નિલયમાં વાસ. ......... ૭ તિણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત; મન વચન કાયે વંદીએ, ઊઠી નિત્ય પ્રભાત. ............ ૮ સિદ્ધા. ૨ વીશ કોડીશું પાંડવા, મોક્ષ ગયા ઇણે ઠામ; એમ અનંત મુક્ત ગયા, સિદ્ધક્ષેત્ર તિણેનામ............ ૯ સિદ્ધા. ૩ અડસઠ તીરથ હાવતાં અંગરંગ ઘડી એક; તુંબી જળ સ્નાન કરી, જાગ્યો ચિત્ત વિવેક. ............. ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કરમ કઠણ મલધામ; અચળ પદે વિમળા થયા, તિણે વિમળાચળ નામ. ....... ૧૧ સિદ્ધા. ૪ પર્વતમાં સુરગિરિ વડો, જિન અભિષેક કરાય; સિદ્ધ હુઆ સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. .......... ૧૨ અથવા ચૌદે ક્ષેત્રમાં એ સમ તીરથ ન એક; તિણે સુરગિરિ નામે નમું, જયાં સુરવાસ અનેક. ......... ૧૩ સિદ્ધા. ૫ શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૬૭

Loading...

Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496