Book Title: Shatrunjay Mahatmya Sar
Author(s): Dhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 473
________________ એક વખત મિત્રશ્રીના વારામાં ચંદ્રશ્રી કામાતુર થઇને આવી એટલે શેઠે તેને અટકાવી. તેથી તેને મિત્રશ્રી ઉપર દ્વેષ થયો. દ્વેષભાવથી એણે કાર્પણ કરીને મિત્રશ્રીને કદરૂપી બનાવી દીધી. તેથી શેઠે મિત્રશ્રીને છોડી દીધી અને ચંદ્રશ્રી પ્રત્યે રાગી થયા. સમય જતાં શેઠને ખ્યાલ આવ્યો કે ચંદ્રશ્રીએ જ કામણ કર્યું છે. આથી શેઠને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો અને સગુરુ પાસે સંયમ લીધું. આ બાજુ ચંદ્રશ્રીએ પતિ વિયોગમાં ધર્મ માર્ગે મન વાળ્યું. શ્રાવિકા ધર્મની આરાધના કરી પણ પાપનું પ્રાયશ્ચિત્ત ન કર્યું. આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામીને ચંદ્રશ્રી તારી પુત્રી થઈ છે. એણે પૂર્વ ભવમાં મિત્રશ્રીને પતિવિયોગ કરાવ્યો. તેથી આ ભવમાં એને પતિનો વિયોગ થયો. તે બાળવિધવા થઈ છે. બેન પૂછે છે, “ભગવન્! આ કર્મથી છૂટકારો કેમ થાય ?' પુંડરીક ગણધરે કહ્યું : ચૈત્રી પૂનમની આરાધનાથી જીવ સૌભાગ્ય પામીને સિદ્ધિ પામે છે. આમ કહીને, ચૈત્રી પૂનમની બધી વિધિ કહી. તથા ચડતા પરિણામે ધર્મ કરવાથી નિકાચિત કર્મ તૂટે છે માટે ૧૦-૨૦ એમ ચડતા ક્રમે ૧૫૦ ખમાસમણા આદિ વિધિ કહી. પંદર વર્ષ આ રીતે ચૈત્રી પૂનમ આરાધી, ઉજમણું અને તીર્થયાત્રા તથા તીર્થભક્તિ કરવાનું કહ્યું. પેલા બેનની બાળવિધવા દિકરીએ આ રીતે આરાધના કરી. અનુક્રમે ધર્મ આરાધના કરતાં સમાધિપૂર્વક કાળ કરી, પહેલા દેવલોકમાં દેવ થઇ. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં, સુકચ્છ વિજયમાં, વસંતપુર નગરમાં, નરચંદ્ર રાજાના રાજ્યમાં... તારાચંદ શેઠ અને તારામતી શેઠાણીનો પુત્ર થશે. તેનું નામ પૂર્ણચન્દ્ર હશે. પૂર્ણચન્દ્રકુમાર પંદર પત્ની, પંદર પુત્રો, પંદર કરોડ સોનામહોરોનો સ્વામી થશે. ત્યાં ગુરુભગવંતના મુખથી ચૈત્રી પૂનમનો મહિમા સાંભળી, ફરી ચૈત્રી પૂનમની આરાધના કરશે. અંતે દીક્ષા લઇ, નિરતિચાર પાળી, સર્વ કર્મ ક્ષય કરીને મોક્ષમાં જશે. મેરૂ તેરસ એટલે.. મેરુ ત્રયોદશી... મેરૂ તેરસનો મહિમા એટલા માટે છે... કે તે દિવસે... ઋષભદેવ પ્રભુ અષ્ટાપદજી ઉપર ૧૦૮ મહામુનિઓની સાથે મોક્ષ પદને પામ્યા છે. તેથી તેનો મહિમા વધારે છે. પોષ વદ-૧૩ના દિવસે પ્રભુના નિર્વાણ કલ્યાણકની આરાધના દ્વારા પ્રભુની ભક્તિ કરાય છે. તેમાં પોષ વદ-૧૩ના દિવસે ચૌવિહાર ઉપવાસ અથવા તિવિહાર શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૫ર

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496