________________
દ્વૈપાયન ઋષિના નિયાણા વિષેની વાત કરી... ત્યાર બાદ... પ્રભુની દેશના સાંભળી વૈરાગી બનેલા શાખ, પ્રદ્યુમ્ન વિ. અનેક યાદવોએ દીક્ષા ગ્રહણ કરી.
દ્વારિકાનું દહન, કૃષ્ણનું મૃત્યુ આદિ વાતો સાંભળી પ્રદ્યુમ્ન મુનિ અતિઘોર તપ કરવા લાગ્યા.
અટ્ટમ, લઘુસિહનિષ્ક્રીડિ તપ, મહાસિનિષ્ક્રીડિ તપ, પોતર તપ, મહાભદ્ર, સર્વતોભદ્ર, એકાવલી, મુક્તાવલી, રત્નાવલી, સર્વાંગસુંદર વિ. તપો દ્વારા કાયાને કષી.
તેઓ અનિત્ય, અશરણ, સંસાર આદિ ભાવનાઓને નિરંતર આત્મામાં ભાવિત કરતા એક વખત... શત્રુંજય ગિરિરાજ ઉપર પોતાના પરિવાર સાથે પધાર્યા. પાંચમું શિખર ભાડવા ડુંગરથી ખ્યાતિ પામેલ ત્યાં પધાર્યા. અનશન સ્વીકારી ૮-૧/૨ ક્રોડ મુનિઓની સાથે ફાગણ સુદ-૧૩ના દિવસે ઘાતિકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. અંતર્મુહૂર્ત પછી શેષ ચાર ઘાતિકર્મનો ક્ષય કરી અજરામર પદને પામ્યા.
આવા પુણ્યાત્માઓ ઘોર કર્મના બંધનોને નિકંદન કરી, પલકમાં શિવ સુખને વર્યા. ધન્ય તે મુનિવરોને, ધન્ય તે ધરતીને, ધન્ય તે ફાગણ સુદ-૧૩ના દિવસને...
( ચેત્રી પૂનમનો મહિમા એક દિવસ પુંડરીક સ્વામિએ ઋષભદેવ ભગવાનને કહ્યું, “સ્વામી ! મને કેવળજ્ઞાન ક્યાં અને ક્યારે થશે ?'
ભગવાને કહ્યું, “શત્રુંજય ઉપર ચૈત્ર સુદ-૧૫ના તમને કેવળજ્ઞાન થશે અને એ જ દિવસે પાંચ કરોડ મુનિની સાથે મોક્ષે જશો, માટે ત્યાં જાવ.'
ઋષભદેવની આજ્ઞા શિરસાવંદ્ય કરીને, પુંડરીક ગણધર ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા સૌરાષ્ટ્ર દેશમાં શત્રુંજય તીર્થે પધાર્યા. ત્યાં રાજાદિ ઘણા લોકો વંદન કરવા આવ્યા. તેમને ગણધર ભગવાને દેશના આપી.
દેશનાને અંતે એક ચિંતાતુર બેન પોતાની યુવાન, વિધવા પુત્રીને લઈને આગળ આવીને પૂછ્યું કે, “ભગવદ્ ! મારી પુત્રીને કયા પાપકર્મના ઉદયથી ચોરીમાં વૈધવ્ય મળ્યું?'
ગણધર ભગવંતે એનો પૂર્વભવ કહ્યો કે, “જંબૂદ્વીપના પૂર્વવિદેહમાં ચંદ્રકાન્તા નગરી હતી. ત્યાં સમર્થ સિંહ રાજાને ધારિણી રાણી હતા. તે નગરમાં ધનાવહ નામે પરમ શ્રાવક હતા. તેમને ચંદ્રશ્રી અને મિત્રશ્રી નામે બે પત્ની હતી. શ્રાવકની મર્યાદા પાળનાર શેઠે બંનેના વારા રાખ્યા હતા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૫૧