________________
સતત સીદાવું પડે. આવા ઘોર વિપાકોને જાણીને પ્રત્યેક યાત્રિકે તીર્થસ્થાનમાં પગ મૂકતાં પહેલાં પોતાના આત્માને સાવધાન બનાવી દેવો જોઇએ.
કેટલાક શ્રીમંતો પોતાના સગાંવહાલાંને કે સમાજને બસની સગવડ દ્વારા તીર્થયાત્રા કરાવી દેવા આયોજનો પણ કરતા હોય છે. ભાવના સારી છે – પણ આગળ પાછળનો વિચાર અવશ્ય કરવો. જો તીર્થયાત્રાના નિયમો (જે આ લેખના છેડે મૂકવામાં આવ્યા છે.) બરાબર પળાવાના હોય. તીર્થની આશાતના ન થવાની હોય તો જરૂર લાભ થાય પણ માત્ર ધીંગા-મસ્તી, હાહા, ઠઠ્ઠા-મશ્કરી અને અશોભનીય વર્તાવ થવાનો હોય તો એવાઓને તીર્થયાત્રા કરવાનો કોઈ અર્થ નથી. ગાંડું લોક ! તમારી વાહ વાહ ! એમાં રાજી થઈ જવા જેવું નથી. યાત્રામાં પ્રવેશ આપતાં પૂર્વે જ ફોર્મ ભરાવી જે નિયમો પાળવાની તૈયારી દર્શાવે તેને જ યાત્રામાં સામેલ કરવા.
તીર્થોમાં ગયા પછી જો બ્રહ્મચર્ય ન પાળવાનું હોય, રાત્રે ખાવાનું હોય, અભક્ષ ખાવાનું હોય, પૂજા-સેવા પણ ન કરવાની હોય અને મોજ-મજા જ કરવાની હોય તો એવી યાત્રા ન કરવી સારી ગણાશે.
આપણા પૂર્વજોએ તીર્થો તરવા માટે ઉભા કર્યા છે – કેવી ઉદારતા સાથે તીર્થોનું નિર્માણ કર્યું છે. જે સમયમાં ખટારા કે ક્રેઈન જેવા સાધનો ન હતા તેવા સમયમાં કેવા વિશાળ, વિરાટ, ભવ્ય અને તોતીંગ તીર્થો આપણા શ્રીસંઘે ઉભા કર્યા છે. એમના હૃદયની ભવ્યભાવનાની કદર કરીને સહુએ તીર્થ આશાતના ટાળીને તીર્થયાત્રા માટે પ્રયત્નશીલ બનવું જોઇએ.
| તીર્થયાત્રા માટે કેટલાક સૂચનો આ યાત્રાએ જતાં ઘરેથી નીકળતા પૂર્વે કંકુતિલક કરી, ૧૨ નવકાર ગણી, ગામના જિનાલયે પરમાત્માને ૩ પ્રદક્ષિણા કરી શુભશુકન જોઇને નીકળવું. રસ્તામાં યાચક, માગણ વગેરેને યથોચિત દાન આપી તેમને પ્રસન્ન કરવા. મુસાફરી દરમ્યાન બસમાં કે ટ્રેનના ડબ્બામાં સમુહધૂન, સમુહગાન ચાલુ રાખવું. (પુસ્તકો સાથે રાખવાં તથા પ્રસ્તુત નિયમોના હેન્ડબીલ છાપીને દરેક યાત્રિકને આપી દેવા.) નિંદા-કુથલી-આડીઅવળી વાતચીતો બંધ કરવી. સંસારના કાર્યો, ઉપાધિઓ વગેરે કશું યાત્રામાં સંભાળવું નહિ. તીર્થસ્થાનમાં ઉતર્યા પછી ભોજનશાળા કે ધર્મશાળા ન શોધતાં પહેલાં પરમાત્માના દર્શને જવું. પછી જ ઉતારાની તેમજ જમવા વગેરેની વ્યવસ્થા સંભાળવી.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૫૯
A
A
A