Book Title: Shatrunjay Mahatmya Sar
Author(s): Dhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 482
________________ A ખસેડીને તમે ૨૦૦ રૂા. ભર્યા હોય તો તે ૨૦ રૂા. લખીને ૧૮૦ ખિસ્સામાં મૂકી દે. આવું બધે નથી બનતું પણ ક્યાંક બને છે, માટે સાવધાન રહેવું. કર્મચારીને પૈસા આપીને ખરીદી લેવા જેવી પરિસ્થિતિ નહિ સર્જવી. કેટલાક લોકો કામ કઢાવી લેવા કર્મચારીને બેફામ પૈસા આપીને કાયમ માટે માથે ચડાવી દે છે. પછી એ કર્મચારી તીર્થ માટે જોખમરૂપ બની જાય છે. આજે દરેક તીર્થસ્થાનમાં મોટેભાગે યુવાન કર્મચારીઓ હોય છે. બહેનોએ પોતાના વેશ-પહેરવેશની મર્યાદા રાખવી. જોનારનું મન ભડકી ઉઠે એવો ઠઠારો ન કરવો. સ્નાનાગરમાં ગરમ પાણીનો ઉપયોગ બેફામ રીતે ન કરવો. કેટલાક બાથરૂમમાં બેસીને ડોલોની ડોલો ભરીને ગાંડા હાથીની જેમ ગરમ પાણીએ ન્હાયા જ કરે છે. મફતમાં મળે છે, માટે આમ નાહી નાંખવાની જરૂર નથી. પેન્સીલ કે કોલસાથી દીવાલો પર અમે કયા દિવસે પધાર્યા હતા તેના શીલાલેખો લખવાની જરૂર નથી. > તીર્થસ્થાનના બગીચા વગેરેમાં જઇને ફૂલઝાડને કે ફળાદિનાં વૃક્ષોને નુકશાન કરવું નહિ. તીર્થસ્થાનમાં જે કોઈ ભક્તિ, ભેટયું વગેરે કરો એમાં પ્રધાનતા અરિહંત પરમાત્માની જ રહેવી જોઇએ. કેટલાક સ્થળોમાં પરમાત્માને ગૌણ કરીને અધિષ્ઠાયક દેવોની પ્રધાનતા વધારી દેવાય છે તે યોગ્ય નથી. ગમે તેમ તોય અધિષ્ઠાયકો એ પરમાત્માના સેવક દેવતાઓ છે. તીર્થસ્થાનમાં ધર્મશાળાના સંડાસ-બાથરૂમ, સ્નાન માટે ગરમ પાણી – ગાદલા, રજાઇ, પલંગ અને ભોજનશાળા આદિનો ઉપયોગ કર્યા પછી તીર્થસ્થાન છોડતાં પૂર્વે તે સાધનો વ્યવસ્થિત ભળાવીને જવું. ગમે તેમ છોડીને જતા રહેવું નહિ. જે વપરાશ કર્યા હોય તે ધન તીર્થની પેઢી પર લખાવી દેવું જોઇએ. “મફત કા ચંદન ઘસ બે લાલીયા' જેવો ધંધો ન કરવો. તીર્થસ્થાનમાં સાતે સાત ક્ષેત્રોમાં તેમજ અનુકંપા આદિમાં પણ દાન કરવું. એક દિવસમાં પાંચ તીરથ કરી લેવાને બદલે કમસેકમ એક આખો દિવસ એક તીર્થમાં રહીને તમામ જિનબિંબોની પૂજા, દર્શન, ચૈત્યવંદન, ભક્તિ, ભાવના વગેરે કરવું. રાતના સમયે બે કલાક જાપ કરવાથી પણ ઘણી ચિત્તપ્રસન્નતા સંપ્રાપ્ત થશે. શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૪૬ ૧

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496