________________
હૈ ચે પાવનભૂમિ... યહાં બાર બાર આના...
| (શત્રુંજય ગિરિરાજ આધારિત પર્વ દિવસો)
( કારતક સુદ-૧૫, કાર્તિક પૂર્ણિમા એટલે.. ચાતુર્માસ બાદ સિદ્ધગિરિની યાત્રાનો પ્રારંભ... ચાતુર્માસમાં સ્થિત પૂજયો... સકલ સંઘ સાથે યોગ્ય સ્થાને રહેલ સિદ્ધગિરિના પટ્ટને જુહારે... વધારે... ગિરિના ગુણલા ગાય. યાત્રા કર્યાનો આનંદ અનુભવે.
કાર્તિક પૂર્ણિમાનો મહિમા.. અપરંપાર છે. આવા પર્વના દિવસોના મહિનામાં મહાપુરુષોના જીવન ચરિત્રો જોડાયેલા હોય છે. જ્યારે જ્યારે પર્વ દિવસો આવે ત્યારે તે મહાપુરુષોની પ્રચંડ પુરુષાર્થની યાદ અપાવે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે તેવા પ્રચંડ પુરુષાર્થને પામેલા એવા બે ભાઇઓની કહાની છે.
દ્રાવિડને વારિખિલ્લજી, દશ કોટી અણગાર / સાથે સિદ્ધિવધુ વર્યા, વંદુ વારં વાર //
દ્રાવિડ અને વારિખિલ્લ દશ ક્રોડ મુનિરાજોની સાથે શત્રુંજયની પાવન પવિત્ર પૃથ્વી ઉપર શાશ્વત પદ પામ્યા હતા. તેથી કારતક પૂનમના દિવસે શત્રુંજયની યાત્રાનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે.
આ બંને ભાઇઓ કોણ હતા...
ઋષભદેવ પ્રભુના સો પુત્રમાંથી દ્રવિડ નામનો પુત્ર હતો. તેને બે પુત્રો (૧) દ્રાવિડ (૨) વારિખિલ્લ.
પ્રભુદેશના સાંભળી... દ્રવિડરાજાનું હૈયું પાણી બન્યું. અને સંસારથી વૈરાગ્ય પામી.... સંયમ સ્વીકાર્યું.
પુણ્યશાળી વારિખિલ્લની સંપત્તિ અને યશની વૃદ્ધિ અત્યંત થવા લાગી. દ્રાવિડથી સહન ન થયું. બંને સગા ભાઇઓ વચ્ચે દ્વેષની ગાંઠ વધુને વધુ મજબૂત બનતી ગઈ. એક દિવસ બંને ભાઈઓ યુદ્ધ માટે તૈયાર થયા... ખુનખાર યુદ્ધ ચાલુ થયું. બંને પક્ષે ૫-૫ કરોડ સૈનિકોનો સંહાર. પણ કોઈ પરિણામ નહિ.
વર્ષાઋતુ સમયે યુદ્ધ વિરામ થયું. દ્રાવિડના મંત્રી વિમલે રાજાને કહ્યું, અહીં થોડે દૂર “શ્રી વિલાસ' નામનું તપોવન છે. ત્યાં ઋષિઓ છે. તેમના દર્શન-વંદનથી પરમ શાંતિ મળશે. બંને તપોવન ગયા... સુવલ્લુઋષિને નમસ્કાર કર્યો. તેમણે ક્રોધ ઉપર ધર્મોપદેશ આપ્યો.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૪૯