________________
તેણીએ પોતાની દીકરીને ઉકાળેલું પાણી પીવાનું ચાલુ કરાવ્યું. રાત્રિભોજનનો સદંતર ત્યાગ કરાવ્યો. પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા ચાલુ કરાવી. રોજનું એક સામાયિક શરૂ કરાવ્યું. સામાયિકમાં બે પ્રતિક્રમણ મોઢે કરાવ્યા.
આ સંસ્કારો એ દીકરીના જીવનમાં એટલા ઊંડા ઉતરી ગયા કે ક્યારેક એના પપ્પા | મમ્મી સાથે એને મહાબળેશ્વર કે માથેરાન જવાનું થયું તો ત્યાં પણ પરમાત્માના દર્શન કર્યા વિના એણે મોંમાં પાણી ન'તું નાખ્યું. આખા ઘરમાં બધા આઇસ્ક્રીમ ખાતા હોય તો પણ એનું મન ક્યારેય લલચાયું ન'તું. પરમાત્માની પૂજામાં એને એટલો આનંદ આવતો કે ન પૂછો વાત. એના માટે સ્પેશ્યલ ચાંદીના ઉપકરણો વસાવી આપેલા. વાંચતા ન'તું આવડતું તોય મમ્મી પાસે સાંભળી સાંભળીને બે પ્રતિક્રમણ પૂરા કરેલા અને સકલાર્વત ચાલુ કરી દીધેલું.
અઢી વર્ષે જ્યારે તે માંદી પડેલી અને તેને ડૉકટર પાસે લઈ ગયેલા ત્યારે સખત માંદગી વચ્ચે પણ સામે ભગવાનનો ફોટો રખાવી અરિહંત-અરિહંતનું જ રટણ કરતી હતી. શરૂઆતમાં રોજ, પાછળથી દર અઠવાડિયે બ્લડનું ડાયાલિસીસ કરાવવું પડતું અને આ રોગ ઉથલો ન મારે એટલે રોજ એક ઈન્જકશન લેવું પડતું. આ ઇજેકશન છ કલાક સુધી ચાલતું. આ બધી પીડા વચ્ચે પણ તે ક્યારે ઉંહકારો સુદ્ધા ન કરતી.
એ જ્યારે સાડા છ વરસની થઈ ત્યારે તેના ફેબાની દીક્ષા થઈ. ફૈબાની દીક્ષામાં તે પણ ફૈબાની જેમ નાચી અને ફૈબા મહારાજને એણે કહ્યું : “તમે તો ચારિત્ર લીધું, હવે મને પણ વિરતિ અપાવજો. મારું નામ વિરતિ છે તો મારે તો વિરતિ લેવી જ જોઇએ ને.'
ફેબાની દીક્ષા પછી થોડા જ દિવસોમાં એની તબિયત બગડી. ધીમે ધીમે શરીર વધુ કથળતું ગયું. આની વચ્ચે પણ એના નિયમોનું તે ચુસ્તપણે પાલન કરતી. એક દિવસ તો એટલી બધી તબિયત લથડી.. એને પાલની નાણાંવટી હોસ્પીટલમાં એડમીટ કરવી પડી. ડૉકટરોએ બધુંજ તપાસીને અંતે કહી દીધું કે “આ કેસ હવે ફેઇલ છે. દર્દી સીરીયસ છે. તમારે એને જેટલા ભગવાનના નામ સંભળાવવા હોય એટલા સંભળાવી દો.' | ડૉકટરની આ વાત સાંભળીને એની મમ્મીએ જરા પણ ગભરાયા વગર એને અંતિમ આરાધના શરૂ કરાવી. પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવ્યું. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણું લેવડાવ્યું. દુષ્કૃતની ગહ કરાવી, સુકૃતની અનુમોદના કરાવી, વ્રત-પચ્ચકખાણો આપ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૨૯