Book Title: Shatrunjay Mahatmya Sar
Author(s): Dhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 449
________________ લઈ લીધો. રાજ સાથે સંબંધો બગાડવાનું જૈનોને પાલવે તેમ નહોતું. કુનેહથી અને કાયદેસર વર્તવામાં જ સૌની સલામતી પણ હતી. તેઓએ સૌપ્રથમ અમુક સમુદાયને પાલિતાણા રાજની હદની બહાર મોકલી આપ્યો. પછી ભાઈચંદભાઈ નામે એક બાહોશ ગૃહસ્થને આ મામલો કેવી રીતે પતાવી દેવો તે અંગે માર્ગદર્શન આપ્યું અને કામ સોંપ્યું. તે ગૃહસ્થ રાજ તરફથી આ અંગે જાહેર થયેલ આદેશો વગેરેની નકલો વિધિસર રીતે મેળવી લીધી. પછી એમણે ચુસ્તપણે આયર કોમના આગેવાનોની સાથે બેઠક કરીને તેમનો “માલ” (બકરાં) વગર કારણે રાજ પડાવી લઇને કાયમ હત્યા કરશે અને તેમનો “માલ” મફતમાં જશે, તેથી તેમની આજીવિકા નષ્ટ થશે અને ઘોર હિંસાનું પાપ પણ લાગશે, એ વાત વિસ્તારથી તેમને સમજાવી ઉશ્કેરી મૂક્યા. ઉશ્કેરાયેલા આયરોએ રાતોરાત ઇંગારશા પીરના થાનકે બંધાનારી છાપરીનો સામાન વગે કરી નાંખ્યો અને પોતાનો “માલ” ક્યાંયથી ઠાકોરના માણસોને ન મળે તેવો પ્રબંધ પણ ગોઠવી દીધો. અને એ દરમિયાન જ રાજકોટની કચેરીમાં આણંદજી કલ્યાણજીની પેઢીની તરફેણ કરતો ચુકાદો આવ્યો, જેમાં તીર્થની આશાતના બંધ કરવાનો રાજા માનસિંહને હુકમ કરવામાં આવેલો. જૈનોએ તે દિવસને મહાન પર્વદિન તરીકે મનાવ્યો. ઇતિહાસમાં આ પ્રકરણ “બૂટ-બીડી-કેસ' તરીકે ઓળખાયું છે. વિરતિની શૂરવીરતા એનું નામ વિરતિ. થેલેસેમીયા નામના રોગના કારણે સાડા છ વરસની ઉંમરે એ ગુજરી ગઈ. બે કે અઢી વર્ષની ઉંમરમાં એને આ રોગ લાગુ પડી ગયેલો. પૂર્વભવના સુંદર સંસ્કાર લઈને આવી હતી. સાથે આ ભવમાં ધર્મિષ્ઠ માતા મળી હતી. દીકરીને વળગેલો રોગ ક્યારે દીકરીને ઉપાડી જાય એ નિશ્ચિત નતું. જીવે તો વીશ વરસ પણ જીવે, નહિતો ૨/૪ મહિનામાં પણ આયુષ્ય પૂર્ણ થઈ જાય. આવી પરિસ્થિતિમાં જરા પણ હતાશ થયા વગર પોતાની એકની એક દીકરીનું જીવન અત્યંત ધર્મનિષ્ઠ બનાવી દેવા માએ કમ્મર કસી. મારી કૂખે આવેલું સંતાન આ ભવમાં ચારિત્રના માર્ગે જાય તો બહુ સરસ. ન જાય તો પરલોકમાં દુર્ગતિમાં તો ન જ જવું જોઇએ એવી ગણતરી એ માતાના મનમાં હતી. શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૨૮

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496