Book Title: Shatrunjay Mahatmya Sar
Author(s): Dhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 458
________________ મૂકાવ્યા. જરકશી જામા પોતે પહેર્યા. પગે ઘૂંઘરા બાંધ્યા. ચારેક થાળ મોતીના ભરાવ્યા. ચારેક થાળ પુષ્પોના ભરાવ્યા. અક્ષતોના થાળ સજાવ્યા. લાંબી ધૂપ શિખાઓ સાથે લીધી. સુગંધી અત્તરની ઝારીઓ ભરી. ગિરિરાજના ગીતગાન કરતા યાત્રા આરંભી હાલતા જાય, ચઢતા જાય, મોતી અક્ષત ફુલડે વધાવતા જાય. જોનારા થંભી જાય, જોતા હરખી જાય, દૃશ્ય નીરખી પુલકિત થઇ જાય. ઉદારતા સાથે ઉત્તમતા ! ધન્ય યાત્રા ! ધન્ય ભાવના. રમેશભાઇ અંબરનાથના પ્રજ્ઞાચક્ષુ હતા. પત્ની સાથે ૯૯ યાત્રા કરવા પધાર્યા. રોજની એક યાત્રા સાથે કરે. ચડતા અને ઉતરતા બંને જણા નવકા૨ ગુંજાવ્યા કરે. ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા કરી. બંધ આંખે ગિરિરાજને પોકાર્યો... આંતર ચક્ષુથી ગિરિરાજના સામ્રાજ્યને માણ્યો. હૈયાનો ઉમંગ તો જોવા જેવો હતો. એક ભાઇએ ગિરિરાજની આરાધનામાં અલખ લગાવી. ૯૧ દિવસીય સમૂહ ૯૯ યાત્રામાં સંપૂર્ણ મૌનના પચ્ચખ્ખાણ લીધા. રોજ રાયણ વૃક્ષ નીચે ૧૦૮ લોગસ્સનો કાઉસ્સગ કર્યો. સા.શ્રી નયપૂર્ણાશ્રીજી મ.ને શ્રેણિ તપ ચાલે. દરેક બારીમાં દાદાની સામે જ પચ્ચખ્ખાણ ગ્રહણ કર્યા. તમામ ઉપવાસોમાં દાદાની ભક્તિ કરી. ગિરિવિહારના એક સાધ્વીજીની ૧૦૦મી ઓળી ચાલે. રોજ યાત્રાએ પધારે. ૫૦ આયંબિલ થયા. ભાવની ભરતી ચડી. ‘દાદા ! હવેના ૫૦ આયંબિલ રોટલી અને કરિયાતાથી કરવાની શક્તિ આપજે એવી પ્રાર્થના કરી પ્રયાસ પણ કર્યો. આખરે એ તમન્ના પૂરી પણ કરી. · રૂચકચંદ્રસૂરિ દાદા ! ચારિત્રના ખપી આત્મા. ગામડાના ભોળિયા ભગવાન. પ્રભુ ! એવી શક્તિ આપજે તારા ધામે ૧૦૮ વખત સંઘ લઇને આવું.' એ હૃદયની તમન્ના. આજુબાજુથી ઘણાં સંઘો લાવી ગિરિરાજની ભક્તિ કરી/ કરાવી રહ્યા છે. અમેરિકાના અરવિંદભાઇ ! વ્યસ્તતાભરી જીવન લાઇફમાંથી બે મહિના માટે શત્રુંજય દોડી આવ્યા. ૯૯ યાત્રા કરી. ગિરિરાજની ઉછળતી ભક્તિ કરી. જતા જતા તમામ જિનબિંબો સમક્ષ ‘નમુન્થુણં'નો પાઠ કરતા ગયા. કચ્છ ગોધરાના ખીમજી રણશીના પુત્ર પ્રેમજીભાઇની એવી ભાવના કે બસ તારક ગિરિરાજ અને ગિરિરાજના તમામ જિનબિંબોની પૂજા ક૨વી છે. ૯૯ યાત્રા કરતા જાય રોજના ૩૦૦ જિનબિંબોની પૂજા કરતા જાય. • ત્રણ આરાધકોના હૈયા હલી ગયા. કઇક ભવોમાં જીવોની ઘણી વિરાધના કરી છે. એ તમામ જીવોની ક્ષમાયાચના કરવા દાદાના રંગ મંડપમાં પ્રભુ સામે જામી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૩૭ ·

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496