________________
કેટલાક જીવોએ અનુમોદના કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું.
કેટલાક જીવો તો પોતાની જીભે એમ બોલ્યા કે જો આપણે ન આવ્યા હોત તો સાંભળ્યા પછી પસ્તાવો જ થાત અને જેઓ નથી આવી શક્યા તેઓ આજે સાંભળીને મનમાં પસ્તાવો કરે છે કે ખરેખર આપણે રહી ગયા. આમ અહીં પધારેલા પ્રત્યેક પુણ્યાત્માઓ અભિષેકની ભાવનાથી ભીંજાયા.
આ ગિરિરાજના સંપૂર્ણ અભિષેક માટે જે ઔષધિઓ અને જુદી જુદી નદીઓનાં પાણી લવાયાં હતાં તે તો અપૂર્વ જ હતાં છતાંય તેને લાવવાની – ભેગી કરવાની ભાવના હતી, તે તો તેના કરતાંય અપૂર્વ જ હતી. અઢાર અભિષેક કરવા માટે જે કિમંતી દ્રવ્યો લાવ્યા હતા તેની કિંમત સાંભળતાં આપણાથી અ-ધ-ધ-ધ થઈ જાય તેવું હતું.
આ બધામાં આપણે નિઃશંક એમ કહેવું જ પડશે કે શ્રી શત્રુંજય પ્રત્યેની ભક્તિમાં રજનીકાંતભાઇનો સમર્પણભાવ એવો ખીલી ઊઠ્યો હતો કે આ બધી વસ્તુઓ તેઓને સામાન્ય જ લાગતી હતી.
તેઓ દરેક કાર્યમાં કાર્યકર ભાઇઓને એમ જ કહેતા હતા કે તમે સૌ ઉલ્લાસથી કામ કરો. પૈસાની સામે ન જોશો અને આ જ ભાવનાથી આવા અપૂર્વ પ્રકારના કાર્યનું સાંગોપાંગ સર્જનની પૂર્ણાહુતિ થઈ. આ કાર્યની જાત દેખરેખ માટે પોતે જાતે ૧૦-૧૫ દિવસે અચૂક પાલિતાણા જતા. પછી જેમ જેમ અભિષેકના દિવસો નજીક આવતા ગયા તેમ તેમ રોજ રોજ પેપરો દ્વારા નવી નવી જાહેરાતો મૂકતા જ ગયા અને સહુ ભાવિકો તેને ઝીલતા જ ગયા. તેનું સાચું પરિણામ આપણે સહુએ છેલ્લા ત્રણ દિવસોમાં જાતે જોયું ને અનુભવ્યું.
પોષ સુદ ૫-૬-૭ના થનારા આ ગિરિરાજના અભિષેકમાં વીર સૈનિકભાઇઓએ તો રંગ રાખ્યો છે. તેઓની ભાવના, તેઓની કામ કરવાની તમન્ના - તેઓની ભક્તિ અને તેઓની કાર્ય કરવાની ધગશવાળી શક્તિને ધન્યવાદ આપીએ તેટલા ઓછા. વીર સૈનિકની સંસ્થાએ આ કાર્ય એવી રીતે કર્યું હતું કે જેના માટે સહુના મોઢેથી એક જ વાત બોલાતી હતી કે ધન્ય છે અમારા વીર સૈનિકોને...! ખરેખર તેઓએ આ તીર્થભક્તિનું કાર્ય કરીને પોતાની કાર્યશક્તિનો પરચો બતાવ્યો છે.
તેઓને કાર્ય કરતા જોઇને કેટલાક ભાવિકો તેમને આનંદથી પગે લાગતા હતા અને મનમાં વિચારતા હતા કે આવો લાભ અમને ક્યારે મળશે ?
શ્રી શત્રુંજયના મહિમા-પ્રભાવને વધારનારો જે અભિષેક થવાનો છે તેની જન સમાજમાં અને જૈન સમાજમાં ભાવનાની એક ચિનગારી પ્રગટી ઊઠે તે માટે તેઓએ મુંબઈ શહેરમાં ૧૦૭૬ ધજાનો ભવ્ય વરઘોડો કાઢ્યો હતો અને સોમનાથથી અયોધ્યા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૪૪