________________
૧૨/૧૧ થી ૧૨/૧૪ શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ. ૧૨/૧૫ થી ૧૨/૧૭ શ્રી 38 પુણ્યાતું પુણ્યાહ... પ્રીયંતાં પ્રીયંતાં. અને ૧૨/૧૮ની સોહામણી, મનમોહની, ભવતારણી ધન્ય પળે ગિરિરાજના અ...ભિ...પે...ક
અને પછી રત્નોથી, સોનાથી, રૂપાથી, સોના-ચાંદીના બાદલાથી, વાસક્ષેપથી કે અક્ષતથી ગિરિરાજને વધાવજો.
અને નાચ-ગાન કરીને ભક્તિની ધૂન મચાવજો . ૧૨૩૯ કલાકે શ્રી વર્ધમાન શક્રસ્તવ દ્વારા ગિરિરાજ સ્તવના કરવામાં આવશે. ‘સિદ્ધાચલના વાસી પ્યારા...” “આદિશ્વર અલબેલો છે'
આદિ અનેક ભક્તિગીતો ગાતા ગાતા ફરી વાતાવરણને ગૂંજવી દેજો . મનને જે વિશિષ્ટ અનુભવ થાય તે અચૂક અમને જણાવજો.
આવી દૈનિક પેપરોમાં જાહેરાતો પણ આપી અને આ કાર્યમાં સહુનો સાથ સહકાર માંગ્યો. ત્યારે સહુ ભાવિક ભાઈ-બહેનો તે શુભ કાર્યને પોતાની અનુમતિના અક્ષતોથી વધાવતાં જ ગયાં.
પોતે પોતાના હૃદયમાં એવી શુભ ભાવના ભાવી હતી કે નવકારમંત્રના અડસઠ અક્ષરો હોવાથી સમુદાય અને ગચ્છના ભેદભાવ વગર આ પ્રસંગે શ્રી સિદ્ધગિરિમાં ૬૮ આચાર્ય ભગવંતો પધારે. તેના માટે તેઓ જાતે જ ગામોગામ વિનંતી કરવા ગયા હતા અને જેઓની પાસે વિનંતી કરવા ગયા તે ગુરુભગવંતે તરત જ આનંદથી હા પાડી દીધી. કારણ કે આવું કાર્ય કવચિત જ જોવા મળે છે.
તેમાંથી ૩૮ આચાર્યભગવંતો તો આ પ્રસંગે પધાર્યા હતા. તેમજ પોતાના પુણ્યના ભાથા માટે અને પ્રસંગને જોવા જાણવા માટે ૨૦૦૦ થી ૨૫૦૦ પૂ. સાધુસાધ્વી ભગવંતો પણ પધાર્યા હતા.
રજનીકાંતભાઇએ સહુ ગુરુભગવંતોનો આ કાર્યમાં સહકાર માંગ્યો હતો અને મળ્યો હતો. તેમણે દરેક ગચ્છ અને દરેક સમુદાયના સ્વર્ગસ્થ ગચ્છાધિપતિઓની આશીર્વાદ આપતી પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ બનાવી હતી ને ત્યાં મૂકવામાં પણ આવી હતી.
આ પ્રસંગને જોવા, જાણવા ને અનુભવવા માટે ગામોગામથી ૭૦ થી ૭૫ હજાર સાધર્મિક શ્રાવક-શ્રાવિકાઓ પધાર્યા હતા.
તેમાં કેટલાક જીવોએ અભિષેક કરી લાભ લીધો. કેટલાક જીવોએ સેવા કરીને સેવા દ્વારા લાભ લીધો.
માહાસ્ય સાર - ૪૪૩