Book Title: Shatrunjay Mahatmya Sar
Author(s): Dhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 463
________________ ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળવા જાઓ તો પણ ગુરુભગવંત એનો જ મહિમા સંભળાવે ! કોઈ સ્વજન કે સ્નેહીને મળો તો એની જ વાત કરે ! જૈનેત્તર મિત્ર મળે ત્યારે તે પણ આ અભિષેકના જ સમાચાર પૂછે... તેથી જ ગિરિરાજના અભિષેકનો આ હૃદય-રમણીય ભવ્ય પ્રસંગ નજરે નિહાળવાની ઉત્કંઠા તમારા દિલમાં જાગી. ગિરિરાજના અભિષેકનું અદ્ભુત માહાસ્ય અને આ પ્રસંગના અભૂતપૂર્વ આયોજનની રોમાંચક વિગતો સાંભળીને તમે પાલીતાણા આવવાનો નિર્ણય કરી દીધો. બસ કે ટ્રેઇનમાં બેસવાની જગ્યા ન મળી તો ઉભા-ઉભા અને કચડાતા-કચડાતા પણ તમે આવ્યા. ધર્મશાળામાં જગ્યા નહિ મળે તો પાલીતાણાની ફૂટપાથ કે રસ્તા ઉપર પણ સૂઈ જવાની તૈયારી સાથે તમે આવ્યા. પણ તમે વિશિષ્ટ વ્રતધારી કે વિશિષ્ટ તપસ્વી ન હોવાના કારણે જનમ જનમના પાપ ધોઈ નાંખે તેવા ગિરિરાજનો અભિષેક કરવા નહિ મળે તેની તીવ્ર વ્યથા તમારા ચહેરા પર અમે વાંચી લીધી છે, તમારી આંખમાંથી નીતરતા આંસુઓમાં અમે તેને ભાળી લીધી છે. નિરાશ ન થશો. અભિષેક કરવાની તમારી તીવ્ર ભાવના એ જ મોટું વ્રત અને એ જ મોટો તપ છે. ઉછળતા ઉમંગે તમે પણ શુદ્ધ કપડાથી ગિરિરાજના અભિષેક કરી શકશો. અભિષેક માટે મંત્રિત જલ આપવાની વ્યવસ્થા ગિરિરાજ ઉપર ઠેર ઠેર રાખવામાં આવી છે. પણ તે ભરવા માટે કુંભ, કળશ, શંખ કે છેવટે તાંબાનો લોટો આપનો પોતાનો લાવવા વિનંતી. અને હા...! આવી અણમોલ તકની પ્રાપ્તિ નિમિત્તે આપે ૧૦૮ નમસ્કાર મહામંત્રનું સ્મરણ નિત્ય કરવું પડશે. અમે આપને નિરાશ નથી કર્યા. તો આપ અમને નિરાશ નહિ કરો ને ? અભિષેકની પહેલા અને પછી અભિષેકનો મંગલ સમય બપોરે ૧૨ કલાક ૧૮ મિનિટ ને ૯ સેકંડ. બપોરે બારના ટકોરા પડતાંની સાથે જ ભક્તિની ધૂનો, સંગીતના ધ્વનિ, શરણાઇના સૂરો, વાજીંત્રોના નાદ અને નારાઓના પોકારો બધુ જ બંધ કરી દેવાશે. લાખો ભાવિકોથી ઉભરાયેલા ગિરિરાજ ઉપર ક્ષણભર ટાંકણી પડવાનો અવાજ પણ સંભળાય તેવી નીરવ શાંતિ સર્જાઇ જશે અને પછી ગિરિરાજના એક એક સ્થળે નીચે મુજબના સામુદાયિક અને લયબદ્ધ નારાઓ પોકારવામાં આવશે. ૧૨/૦૦ થી ૧૨/૦૩ જય જય... શ્રી નવકાર ૧૨/૦૪ થી ૧૨/૦૬ જય જય... શ્રી શત્રુંજય ૧૨/૦૭ થી ૧૨/૧૦ જય જય... શ્રી આદિનાથ શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૪૨

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496