Book Title: Shatrunjay Mahatmya Sar
Author(s): Dhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 467
________________ દરેક પ્રસંગે રજનીકાંતભાઈ સહુને હાથ જોડીને એમ જ કહેતા હતા કે તમે સગવડો કરો. પૈસાની સામે ન જોશો. આવી ભાવનાથી પ્રેરાઈને સહુએ યથાશક્ય સહાય ને સેવા કરી છે. જેથી આ પ્રસંગ સહુના માટે ચિરસ્મરણીય બની ગયો. અભિષેકના દિવસોમાં વાતાવરણને ગૂંજતું કરવા માટે ગામના અને આજુબાજુના ગામડાંઓમાંથી ૮૦૦ ઢોલીવાળા ભાઇઓને બોલાવવામાં આવ્યા હતા. જેનું સહુને આકર્ષણ હતું. અહીં અભિષેકના દિવસોમાં બે મોટા વરઘોડા નીકળ્યા હતા. પહેલા વરઘોડામાં ગજપદકુંડનું પાણી જે કાવડમાં લાવ્યા હતા તે અને દરેક ગચ્છના સ્વર્ગસ્થ ગચ્છાધિપતિઓના આશીર્વાદરૂપ આવેલા વાસક્ષેપના પાંચ રંગના વાટવાઓ તથા ૮૦૦ ઢોલીઓ. આ બધી વસ્તુઓ સહુના માટે નહિ જોયેલું - જાણેલું ને સાંભળેલું હતું. અને બીજો વરઘોડો જે તીર્થજળો-ઔષધિઓ અને અભિષેક કરનારા બે પુણ્યાત્માઓ એક રજનીકાંતભાઈ તથા શ્રી શાંતિચંદભાઇના સહકુટુંબનો હતો. તે વરઘોડો ઉપર દાદાના દરબાર સુધી પહોંચ્યો હતો. તેમાં વિવિધ રાજયોના ઢોલીની ૫૦૦ મંડળી આવી હતી. તે પ્રસંગનું દૃશ્ય અકથ્ય ને અકથનીય હતું. શ્રી ગિરિરાજના અભિષેક માટે તીર્થો ને નદીઓનાં જળો જે લાવેલાં હતાં અને અભિષેક માટે જે અમૂલ્ય ઔષધિઓ મંગાવેલી હતી. તે બધી વસ્તુઓને ૧૦૮ તીર્થદર્શન સમવસરણ મંદિરના પ્રાંગણમાં એક વિશાળ પદ્મ સરોવર બનાવીને તેમાં ભેગી કરવામાં આવી હતી. આ રીતે અભિષેકનું જળ તૈયાર કરવામાં આવ્યું હતું. આ તીર્થજળોમાં સુગંધી દ્રવ્યો ભેગાં કરવાથી સાક્ષાત્ પદ્મસરોવરની ભાવના પ્રગટ થતી હતી. સાથે સાથે છેલ્લો ઉદ્ધાર કરનાર કર્માશાની મનોહર રચના પણ ત્યાં બનાવવામાં આવી હતી. પાસરોવરમાંથી અભિષેકનું પાણી લઈને તે વરઘોડો જ્યારે ઉપર પહોંચ્યો. ત્યારના આનંદનું ને દેખાવનું વર્ણન થઇ શકે તેવું ન હતું. ફક્ત જોનારા જ અનુભવી શકતા હતા. આમ આ ગિરિરાજનો સંપૂર્ણ અભિષેક ૧૯૩૯ વર્ષ પછી થયો. તેટલાં વર્ષો પહેલાં વિ.સં. ૧૦૮માં જાવડ શાહે શ્રી શત્રુંજયનો ઉદ્ધાર કરાવીને તેવો અભિષેક કર્યો હતો. તેવો પ્રાચીન પુસ્તકોમાં ઉલ્લેખ મળે છે. આમ છેલ્લાં સેંકડો વર્ષોમાં નહિ થયેલા અને નહિ થનાર એવા અભિષેકને કરવાનું પુણ્ય બંધવ બેલડી જેવા રજનીકાંતભાઈ અને શાંતિચંદભાઇએ સહુના સાથ સહકારથી મેળવ્યું. શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૪૬

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496