________________
હા... એક ભાઇ રાજસ્થાનના વતની... પૂર્વ સંસ્કૃતિના પ્રેમી. તેથી ઘરમાં ગાયો રાખી હતી. જયારે જયારે સિદ્ધાચલજી મહાતીર્થની યાત્રા કરવાની ભાવના થાય ત્યારે પોતાના ઘરની ગાયોનાં ચોખ્ખા દૂધ, દહીંમાંથી માખણ ઉતારીને ચોખ્ખું ઘી પા કે અડધો કિલો નહિ... આખી બરણી ભરીને તૈયાર કરે અને... એ બરણી દાદાની યાત્રાએ આવે ત્યારે સાથે લાવે. ઘીની ધારાની જેમ એના હૈયાની ભાવધારા પણ આગળ વધતી જાય અને દાદાના દર્શન કરતાં કરતાં આનંદવિભોર બનેલું હૈયું.. જાણે કે પ્રભુના ચરણે ભાવધારાનો પ્રક્ષાલ કરે તેમ પ્રભુના દરબારમાં દેદીપ્યમાન દીપતા અખંડ દીપકની અંદર શુદ્ધ - સુગંધી ઘીની બરણી ઠલવાય.
હૈયામાંના શબ્દો હોઠ દ્વારા બહાર સરી પડે કે..
પ્રભુ ! હું તારા મંદિરમાં અજવાળું કરું છું. તું મારા હૃદયમંદિરમાં કૈવલ્યનું અજવાળું પાથર !'
ઘી જેવું ઉત્તમ દ્રવ્ય અને સાથે ઉત્તમોત્તમ ભાવ ! સંસાર ચક્રમાંથી છૂટકારો થવાને ન લાગે હવે વાર...!
| શત્રુંજયના દાદાને સવામણનો સાથીયો ભાવુક હૃદય અવનવા ભાવ અનુભવે છે. એક ભાવિકને વિચાર આવ્યો કે... ચપટી ચોખાથી સાથીયો તો આખી દુનિયા કરે છે. મારે ક્યાં ખોટ છે કે હું ચપટી ચોખાનો સાથીયો કરું ? મારે તો સવામણનો સાથીયો કરવો છે.' બસ... વિચાર આવ્યો ને અમલ શરૂ કર્યો.
દાદાની યાત્રાએ જતાં નીચેથી ચોખાની ગુણો મજૂરો પાસે લેવડાવી. મજૂરોને મોં માગ્યા રૂપિયા આપ્યા. ઉપર આવીને અભૂત પ્રભુભક્તિ કરી... દ્રવ્યપૂજા પૂર્ણ થયા પછી ભાવપૂજાનો અવસર આવ્યો એટલે પેલી ચોખાની ગુણો નજીક લીધી. એક ચાદર પાથરીને એની ઉપર ઢગલો કર્યો. કલમી ચોખા...! સવા મણ...! પાટલા ઉપર તો સમાય નહિ, માટે ચાદર લીધી હતી. એ ઢગલાને સાથીયા આકારમાં ફેરવ્યો. જોઇને દિલ ઠર્યું. એ ભાવુક હૃદય નાચી ઉઠ્યું. શબ્દો સરી પડ્યા...
“હે પરમાત્મન્ ! આ અખંડ અક્ષતનો સ્વસ્તિક આલેખીને ક્યારેય નાશ ન પામે તેવું સિદ્ધશિલાનું પરમધામ મને પ્રાપ્ત થાય એવી હું પ્રાર્થના કરું છું.”
Jશત્રુંજયના દાદાને ફળ-નૈવેધ કેવા ? ચૈત્રી પૂનમનો દિવસ...! દાદાની યાત્રા કરવા હજારો ભાવિકો આવે. તે દિવસે
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૩૩