________________
એક વખત રાત્રે તેની પાસે કોઇક દેવ આવ્યો અને પૂછ્યું, “તારું ધર્મકાર્ય બરાબર થાય છે ને ?'
શ્રીગુણે જવાબ આપ્યો, ‘દેવગુરુ અને પોપટની કૃપાથી બરાબર થાય છે.” દેવે પૂછ્યું, “પોપટ કોણ ?'
શ્રીગુસે પોપટની ઓળખાણ આપતાં પોતાની આપવીતી કહી અને કહ્યું, “પોપટ જ મારો ખરો ઉપકારી ધર્મદાતા ગુરુ છે.'
આ સાંભળી ખુશ થયેલા દેવે કહ્યું, “તે જ હું પોપટ શત્રુંજય ઉપર અનશન કરી મૃત્યુ પામીને તીર્થના પ્રભાવે ત્રીજા દેવલોકમાં મહદ્ધિક દેવ થયો છું. તને ધર્મમાં સ્થિર કરવા અને ભવિષ્ય જણાવવા આવ્યો છું કે, “આજથી સાતમે દિવસે તારું મૃત્યુ થશે. તેથી બરાબર ધર્મ આરાધના કરજે.”
શ્રીગુપ્ત આ સાંભળીને સાવધાન થયો. સાતે ક્ષેત્રમાં ધન વાપરી, અનશન કરીને દેવલોકમાં દેવ થયો. અનુક્રમે મોક્ષે જશે. પોપટ પણ અનુક્રમે મોક્ષે જશે.
દેરાણી - જેઠાણી અને દાસી. મહામાત્ય શ્રીમાનું વસ્તુપાલ અને તેજપાલની બાંધવ બેલડીએ પોતાનાં ધર્મપત્ની શ્રીમતી લલિતાદેવી તથા શ્રીમતી અનુપમાદેવીને સાથે લઇને ગિરનાર તીર્થની યાત્રાએ પ્રસ્થાન કર્યું. સાથે બીજા સાત લાખ માનવોના સંઘે પણ મંત્રીશ્વર સાથે ગિરનાર તીર્થની યાત્રાએ પ્રસ્થાન કર્યું. થોડો સમય બાદ સકલ શ્રીસંઘ આબાલબ્રહ્મચારી દેવાધિદેવ શ્રી નેમિનાથ પ્રભુના ચરણારવિંદમાં પહોંચી ગયો.
- પ્રવેશને દિવસે મહાદેવી અનુપમાનાં શરીર પર કુલ બત્રીસ લાખ સોનામહોરના દાગીના શોભી રહ્યા હતા. જિનપૂજા કરતાં કરતાં અનુપમાના અંતરમાં પ્રભુ પ્રત્યે એવા ભાવો જાગ્યા કે એકીધડાકે શરીરના સર્વ અલંકારો ઉતારી દઈ જલ વડે તેને શુદ્ધ કરી ભગવાનનાં ખોળે ધરી દીધા. તે જ સમયે એક કરોડ પુષ્પોથી પરમાત્માની પૂજા કરીને બહાર નીકળેલા શ્રીમાન્ તેજપાલે આવી ભક્તિથી ખુશ થઈ બત્રીસ લાખ સોનામહોર ખર્ચીને અનુપમાને બધા જ અલંકારો નવા ઘડાવી આપવાનું વચન આપ્યું. ટૂંક સમયમાં જ સર્વ અલંકારો ઘડાવી આપ્યા. સાવ નિરાલંકાર બનેલાં અનુપમા પુનઃ સાલંકાર બનીને શોભવા લાગ્યા.
ગિરનારની યાત્રા પૂર્ણ કરીને સહુ યુગાદિદેવ ભગવાન શ્રી આદિનાથના દર્શન કરવા શત્રુંજય તરફ ચાલી નીકળ્યા. ગ્રામાનુગ્રામ પાદવિહાર કરતાં કરતાં એક દિવસે સહુ પાલીતાણા નગરમાં આવી પહોંચ્યા. પ્રભાતે ગિરિરાજ પર આરોહણ કર્યું. સહુએ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૨૪