________________
શત્રુંજ્યનો પ્રભાવ
(પ્રાચીન-અર્વાચીન દૃષ્ટાંતો)
પોપટની કાયાપલટ દેદીપ્યમાન દેવ
(આ પ્રસંગ પૂ. ભાવવિજયજી મ. રચિત શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સર્ગ-૮માંથી ઉદ્ધરેલ છે.) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં મહીધર નામે શ્રીમંત શેઠ હતા. તેમને શ્રીગુપ્ત નામનો પુત્ર હતો. લાડકોડમાં ઉછરતો પુત્ર ધીરેધીરે બગડ્યો અને સાતે વ્યસને પૂરો થયો. શેઠે પુત્રને ઘણી રીતે સમજાવ્યો, તો પણ પુત્ર વ્યસનો છોડતો નથી. એમાં પણ ચોરીનું વ્યસન વિશેષે કરીને લાગુ પડ્યું. તેથી શેઠ ઘણા દુ:ખી થતા હતા.
એક દિવસ શેઠને વિચાર આવ્યો કે, ‘ચોરી કરતાં જો પુત્ર પકડાઇ જશે તો માલમત્તા, જીવન અને આબરૂ બધામાં નુકશાન થશે. એના કરતાં હું સામેથી રાજાને કહીને પુત્રને સુધારવા માટે કાંઇક સહાય માંગી લઉં તો... એક પંથે બે કામ થાય. પુત્ર પણ સુધરી જાય અને આબરૂ વિગેરે પણ બચી જાય.'
આમ વિચારી શેઠ રાજા પાસે ગયા અને એકાંતમાં બધી વાત જણાવી. રાજાએ બધી રીતે સહાયતા કરવાની હૈયાધારણા આપી ને પોતાની યોજના સમજાવી. શેઠ પણ થોડા નિશ્ચિત થઇ ઘરે આવ્યા.
આ બાજુ, રાજાજીએ વ્યવસ્થિત ગોઠવણ કરી લીધી અને એક રાત્રે શ્રીગુપ્તને ચોરી કરતાં પકડ્યો. સરસામાન સાથે પકડાયો હોવાથી શ્રીગુપ્ત કાંઇ બોલી શક્યો નહિ. એને રાજાએ ચોરીનું વ્યસન છોડવા સમજાવ્યો. પણ ધારેલી અસર-પરિણામ ન દેખાતાં... રાજાએ શ્રીગુપ્તને દેશનિકાલની સજા કરી. શ્રીગુપ્ત ત્યાંથી ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં ઘણે દૂર નીકળી ગયો. વનવગડામાં ફરતાં તેણે સ્વાધ્યાયનો મધુર ધ્વનિ સાંભળ્યો. તે તરફ નજર કરતાં એક મહાત્માને પ્રસન્ન મુદ્રામાં સ્વાધ્યાય કરતા જોયા. પરંતુ... શ્રીગુપ્તને વંદનાદિ કરવાની ઇચ્છા થઇ નહિ અને તે ત્યાંથી આગળ ચાલતો થયો. એટલામાં રાત પડી. તેથી તે એક વડલાના ઝાડ ઉપર ચડીને રાત્રિ પસાર કરવા લાગ્યો. ત્યાં એક પોપટ યુગલનો સંવાદ તેને સંભળાયો.
પોપટી : આજે તમે આટલા મોડા કેમ આવ્યા ?
પોપટ : આજે હું રેવા નદીના કિનારે ગયો હતો. ત્યાં પેટ ભરીને ચોખા ખાધા. તેથી ઉડવામાં અસમર્થ થયેલો હું વચ્ચે એક અશોકવૃક્ષ ઉપર બેઠો. તે વૃક્ષ નીચે એક મુનિ હતા. તેઓ વિદ્યાધરને બોધ આપી રહ્યા હતા. દેશનાને અંતે વિદ્યાધરે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૨૨
-