________________
પોતાના પૂર્વભવો પૂછયા. તે પણ મુનિએ યથાર્થ કહ્યા. તે સાંભળીને મને પણ મારા પૂર્વભવો સાંભળવાની ઇચ્છા થઈ એટલે હું પણ તે મુનિ પાસે ગયો. તેમના ચરણનો સ્પર્શ કરીને મારા પૂર્વભવો પૂછુયા.
મુનિ બોલ્યા : તું પૂર્વભવમાં શ્રાવસ્તી નગરીમાં ભવ્ય પરિણામી ગૃહસ્થ હતો. તે વખતે તે વૈરાગ્યથી સંયમ લીધેલું પણ નાની મોટી માયા કરીને વ્રતને દૂષિત કર્યું. આથી ત્યાંથી મરીને વ્યંતર દેવ થયો. ત્યાંથી ચ્યવીને પોપટ થયો છું.
પોપટ : હવે મારો પશુભાવથી છૂટકારો કેમ થાય ? તેનો ઉપાય કૃપા કરીને કહો.
મુનિ બોલ્યા : શત્રુંજય તીર્થની સ્પર્શનાથી તારું ઇષ્ટસિદ્ધ થશે. એ તીર્થે અનંતાનંત આત્માઓ મોક્ષે ગયા છે અને અનેક આત્માઓ પોતાના પાપ ધોઈને વિમલ થયા છે. એટલે એ વિમલગિરિ પણ કહેવાય છે. તું પણ ત્યાં જઈને તારા પાપ દૂર કરી નિર્મળ થા. ત્યાં શત્રુંજય ઉપર મૃત્યુ પામનાર આત્મા અવશ્ય સદ્ગતિ પામે છે.
પોપટ : હું પણ ત્યાં અનશન કરીશ. મુનિ : તારું મનવાંછિત સિદ્ધ થાઓ.
પોપટ પોપટીને કહે છે કે, “આ રીતે વાત સાંભળીને હું અહીં આવ્યો છું. મારા વડે તને અત્યાર સુધીમાં જે કાંઇ દુઃખ અપાયું હોય તેનું મિચ્છામિ દુક્કડમ્ દેવા જ હું અહીં આવ્યો છું અને અહીંથી હવે હું સીધો જ શત્રુંજય તીર્થે જઇશ.”
આ સાંભળીને, શ્રીગુપ્ત વિચારે છે કે, “આ પોપટ ધન્ય છે. એ જે મુનિની વાત કરે છે, એ મુનિને મેં પણ અહીં આવતાં જોયા હતા. પરંતુ મેં વંદન કર્યું નહી. આ પક્ષી છે તો ય તેણે મુનિને વંદનાદિ કર્યું. હું માનવ છું તો ય હું ધર્મ ચૂક્યો પણ... “ગત ન શોટ્સ' શોક દૂર કરી, હું કર્તવ્ય વિચારું.
હવે, આ “પોપટ જ મારો ગુરુ” એમ વિચારી શ્રીગુપ્ત એને કહ્યું, “પોપટ ! તું મારો ગુરુ છે. મારે શું કરવું મને કહે.” પોપટે મુનિ પાસે સાંભળેલ ધર્મ એને સંભળાવ્યો. ત્યાર પછી તે શત્રુંજયે ગયો.
આ બાજુ પુત્રના દુઃખથી દુઃખી થયેલ મહીધર શેઠ વેપારના બહાનાથી દેશાન્તર. ભમતાં તે વન પાસે આવ્યા. સવાર થતાં શ્રીગુપ્ત પણ ત્યાંથી નીકળ્યો. તેથી ત્યાં પિતા-પુત્રનું મિલન થયું. પુત્રને સુધરી ગયેલો જાણી પિતા ખૂબ ખુશ થયા. તેને લઇને નગરીમાં પાછા આવ્યા. રાજાને વાત કરી. રાજાએ પણ ખુશ થઈને ત્યાં રહેવાની રજા આપી.
શ્રીગુપ્ત હવે એવું સુંદર જીવન જીવવા લાગ્યો કે તે સર્વ સજ્જનોમાં શિરોમણિ કહેવાયો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૨૩