________________
અહ... કેવી પ્રતિમા છે. જાણે સતત આપણા ઉપર અમી વરસાવી રહ્યા છે. વાહ... રે... દાદા શાંતિનાથ...
મારા જીવનમાં રહેલી અશાંતિ - અસંતોષ અને અસમાધિને દૂર કરનારા મને શાંતિ - સંતોષ અને સમાધિમાં સ્થિર કરનારા હે પરમાત્મા...!
શાંતિઃ શાંતિકરઃ શ્રીમાનું...!
આપણે ચૈત્યવંદન કરીને પછી પરમાત્મા શાંતિનાથ ભગવાન પાસે શાંતિથી બે મિનિટ બેસવાનું અને પરમાત્મા સાથે એકમેક બનીને મનને સ્થિર કરવાનું છે.
આપણે તળેટીના ચૈત્યવંદન પછી બે મિનિટ સુધી અનંત આત્માઓને મુક્તિમાં જતા કલ્પવાના અને આપણને જગતના સર્વ જીવો પ્રત્યે સ્નેહભાવ પ્રગટે તેવી ભાવના લાવવાની છે. જ્યારે બીજા ચૈત્યવંદન પછી બે મિનિટ સુધી સમભાવની માંગણી કરીને જીવનમાં સમભાવ આવે તેવી ભાવના ભાવવાની છે.'
ચાલો... હવે દાદા પાસે જલ્દી જવું છે ને...? પણ જુઓ...! પહેલા જરા નીચે જઇએ... આ આપણી ડાબી બાજુ નીચે ભગવાન આદિનાથના અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી માતાની મૂર્તિ છે...! હા... આ માતા ચક્રેશ્વરી છે.
I ચક્રેશ્વરી દેવીની દેરી પ્રભુજી ! આવી વાઘણપોળ કે, ડાબા ચક્રેશ્વરી રે લોલ; ચક્રેશ્વરી જિનશાસન રખવાલ કે, સંઘની સહાય કરે રે લોલ.
શત્રુંજય ગિરિરાજનો સોળમો (હાલનો) ઉદ્ધાર કરનાર કર્માશાને તેમણે ગિરિરાજનો ઉદ્ધાર કરવામાં ખૂબ સહાય કરી હતી.
ચાલો... સ્તુતિ કરી લઇએ. રવિમંડલ સરખા, કાને કુંડલ દોય, સુખસંપત્તિકારક, વિઘન નિવારક સોય; ચક્રેશ્વરી દેવી, ચક્રતણી ધરનારી, શાસન સુખકારી, ઉદયરતન જયકારી...
જ્યાં ચક્રેશ્વરી છે માતા, વાઘેશ્વરી દે સુખશાતા; કવડજક્ષાદિ સૌ દેવતા તમામ છે. સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ.
બાજુમાં વાઘેશ્વરી માતાની પ્રતિમા છે. ચક્રેશ્વરી તથા વાઘેશ્વરી બંને દેવીની પ્રતિમા કર્માશાએ ભરાવીને પ્રતિષ્ઠિત કરાવી છે. શાસનરક્ષા માટે અને આરાધનામાં સહાય કરવા માટેની પ્રાર્થના કરવાપૂર્વક પ્રણામ કરીએ.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૯૨