________________
| છઠે તે માયાને વિસરો પ્રભુજી (૬) મોદીની ટૂંકઃ પાંચમી ટૂંકમાંથી બહાર નીકળને આપણે હવે આ છઠ્ઠી મોદીની ટૂંકમાં પ્રવેશીએ. અમદાવાદના શ્રીમંત વેપારી પ્રેમચંદ લવજી મોદી શ્રી શત્રુંજય મહાતીર્થનો છ'રી પાલિત સંઘ લઈને અત્રે આવ્યા હતા. અહીંના સાત્વિક વાતાવરણથી મુગ્ધ થયેલા તેમણે ભાવવિભોર બનીને વિ.સં. ૧૮૩૭માં આ ટૂંકનું નિર્માણ કર્યું.
મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે. તેમને વંદના કરીએ.
આ મુખ્ય મંદિરમાં ગુંબજમાં બે સુંદર દશ્યો છે. મહારાજા દર્શાણભદ્ર પરમાત્મા મહાવીરદેવનું ભવ્ય સામૈયું કર્યું. તેના મનમાં ગર્વ આવ્યો કે આ વિશ્વમાં મારા જેવું ભવ્ય સામૈયું કરનાર છે કોઈ બીજો ? તે વખતે તેના મનનો અહંકારભાવ જાણીને ઇન્દ્ર મહારાજાએ અતિભવ્ય સામૈયું કર્યું. જેને જોઇને દર્શાણભદ્રનો ગર્વ ગળી ગયો.
તેણે વિચાર્યું કે હવે હું એવું તે શું કરું? જે દેવ પણ ન કરી શકે. તરત જ તેઓ પરમાત્માને વિનંતી કરીને સાધુ બની ગયા, જે દેવ પણ ન કરી શકે તે આ માનવે કરી બતાવ્યું. ઈન્ડે કહ્યું, ‘તમે જીત્યા, હું હાર્યો.' દર્શાણભદ્રનો ગર્વ પણ સાધુજીવન અપાવનારો બન્યો.
અહીં એક ચિત્રમાં દર્શાણભદ્ર સામૈયું કરે છે, તે બતાવ્યું છે. તો બીજા ચિત્રમાં ઇન્દ્ર દર્શાણભદ્રનો ગર્વ ઉતારવા જે ભવ્ય સામૈયું કરે છે તે બતાવ્યું છે.
મૂળનાયકના મંદિર સામે શ્રી પુંડરિકસ્વામીનું મંદિર છે. તેમને વંદના કરીએ. નમો સિદ્ધાણે.” ૨૪ ભગવાનના જુદા જુદા ગણધરોની કુલ સંખ્યા ૧૪૫ર હતી. તે બધા મોક્ષે ગયા છે. તે ૧૪પર ગણધરોના અહીં પગલાં છે. તેમને વંદના કરીએ. નમો સિદ્ધાણં.”
બે બાજુ સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનના મંદિર છે. તેમાંના પ્રતિમાજી અરબી સમુદ્રમાંથી પ્રગટ થયા હતા, તેમને વંદન કરીએ. “નમો જિણા.' અહીં સાસુવહુના ગોખલા જોવાલાયક છે. તે દેલવાડાની કોતરણીની યાદ આપે છે.
સ્થંભો ઉપર સાપ કરડતો હોય, વીંછી કરડતો હોય અને વાંદરો કરડતો હોય તેવી પૂતળીઓ છે.
સાંભળવા મળે છે કે, કુટુંબમાં કદી કજીયો ન કરવો તેવો સંદેશ આ પૂતળીઓ આપે છે. વહુએ સાસુ પાસે તીર્થમાં વાપરવા પૈસા માંગ્યા. સાસુએ ગુસ્સો કર્યો. તે વાતમાં પડોસણે પણ સાસુજીને ચડાવ્યા. પરિણામે ઝઘડો થયો. છેવટે કુસંપથી
માહાભ્ય સા૨ ૦ ૪૧૬