________________
શો
અન્ય જિનાલયોમાં બિરાજમાન વાસુપૂજ્ય સ્વામી અજિતનાથ, શાંતિનાથ આદિ સર્વ ભગવંતોને “નમો જિણાણું' કહીને આઠમી ટૂંકમાં જઇએ.
( આઠમી ટૂંકે જઇ મમતાને તજશો
આ (૮) મોતીશાની ટૂંકઃ પરમાત્માનો પક્ષાલ કરતી વખતે ગવાતી ‘લાવે લાવે મોતીશા શેઠ, હવણ જળ લાવે રે...' પંક્તિમાં પ્રસિદ્ધ બનેલા મોતીશા શેઠનું વહાણ એકવાર ચીન તરફ જતું હતું. આ વહાણમાં ગેરકાયદેસરનું અફીણ જઈ રહ્યું છે, એવો વહેમ પડવાથી સરકારી કારભારીએ વહાણ પાછળ બોટ મૂકી. આ સમાચાર મળતાં મોતીશા શેઠે સંકલ્પ કર્યો કે, “જો આ વહાણ બચી જાય તો તેની ઉપજ મારે શત્રુંજય ગિરિરાજ ઉપર વાપરવી.” ધર્મપસાયે વહાણ બચી ગયા. બાર-તેર લાખની ઉપજ થઈ. શેઠે શત્રુંજયનો સંઘ કાઢયો. ગિરિરાજ ઉપર પધાર્યા. સિદ્ધભૂમિના દર્શને ભાવવિભોર બન્યા. દેરાસર બાંધવાની ભાવના જાગી. પણ અહીં તો ઠેરઠેર મંદિરોની હારમાળા પથરાયેલી હતી. ક્યાંય મંદિર બાંધવા માટે સમથળ જગ્યા ખાલી નહોતી. હવે શું કરવું ?
તેમની નજર બે શિખર વચ્ચે રહેલી કુંતાસરની ભયંકર ખીણ ઉપર પડી. વિચાર ઝબુક્યો. “જો આ ભયંકર ખીણ પૂરીને મંદિર બનાવાય તો બે શિખર એક થાય. યાત્રિકોને ફરવું ન પડે. ભયંકર દેખાવ દૂર થાય.”
ખીણ પૂરવાનું કપરું કાર્ય શેઠની ભારે ઉદારતાથી સારી રીતે પૂર્ણ થયું. માલસામાન ચઢાવવા માટેના પાલક બાંધવા માટે તે વખતે ૮૦ હજાર રૂપિયાના તો દોરડા વપરાયા. બીજો ખર્ચ કેટલો આવ્યો હશે તેની તો કલ્પના કરવી મુશ્કેલ છે.
નલિનીગુલ્મ વિમાનના આકારે જિનાલયો તૈયાર થવા લાગ્યા. અચાનક મોતીશા શેઠનું અવસાન થયું. પણ પિતાની ભાવનાને સાકાર કરવા, પુત્ર ખીમચંદે ધામધૂમપૂર્વક શત્રુંજયનો સંઘ કાઢ્યો. વિ.સં. ૧૮૯૩માં ૧૮ દિવસના ભવ્ય મહોત્સપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. તે પ્રસંગે લગભગ એક લાખ માણસો હાજર રહ્યા હતા.
મોતીશાની ટૂંક બરાબર દાદાજીની ટૂંક જેવી જ છે. મધ્યના મૂળમંદિરમાં આદેશ્વરદાદા બિરાજે છે. બરાબર તેની સામે પુંડરિકસ્વામી છે.
પુંડરિકસ્વામીના રંગમંડપમાં ખોળામાં રાખવાને લઈને બેઠેલા માતા મરૂદેવાની અદૂભૂત પ્રતિમાં છે. તેમને પણ આપણે વંદના કરીએ. “નમો સિદ્ધાણં.”
ઋષભદેવ, ચૌમુખજી, ધર્મનાથ, પદ્મનાભસ્વામી, પાર્શ્વનાથ, ગણધર પગલાં, સહગ્નકૂટ, સંભવનાથ, સુપાર્શ્વનાથ, મહાવીરસ્વામી વગેરે અન્ય અન્ય જે જિનાલયો
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૧૮