Book Title: Shatrunjay Mahatmya Sar
Author(s): Dhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 436
________________ ચોથી ટૂંકે જઇ ક્રોધ ન કરશો, (૪) ઉજમફઈની ટૂંકઃ એક સમયે અમદાવાદમાં પ્રેમાભાઈ નામના નગરશેઠ હતા. તેમના બેનનું નામ હતું ઉજમબેન. નગરશેઠના બેન હોવાના કારણે આખું નગર એમને ઉજમફોઈ તરીકે જ ઓળખતું હતું. ઉજમફોઇના લગ્ન સમયે તેમના ભાઈ, બહેનને દાયજામાં આપવા ૫૦૦ ગાડા ભરીને કરિયાવર લઈ આવેલા. બહેનને બધો કરિયાવર બતાડ્યો, પણ બહેનને આનંદ ન થયો. ભાઇએ પૂછ્યું, કેમ બહેન ! તને સંતોષ ન થયો ? કાંઈ વાંધો નહિ. હજુ પણ તારી જે ઇચ્છા હોય તે કહે. તે પણ ઉમેરી દઇશું.” ઉજમફોઇ બોલ્યા : “આ બધી સામગ્રીઓ તો સંસારવર્ધક છે. મારે તો જોઇએ સંસારતારક ચીજ અને તે છે શત્રુંજય ગિરિરાજ ઉપર જિનાલય ! તું મારો સાચો ભાઈ હોય તો કરિયાવરમાં શત્રુંજય ઉપર જિનાલય બાંધી આપ.” ભાઇએ કહ્યું, ‘ચિંતા ન કરીશ, બહેન ! ટૂંક સમયમાં તે પણ થઈ જશે.' ભાઇએ શત્રુંજય ગિરિરાજ ઉપર જિનાલયનું નિર્માણ શરૂ કરાવ્યું. પરમાત્માના પાંચે કલ્યાણકોની ઉજવણી કરીને દેવો જે નંદીશ્વરદ્વીપમાં જાય છે, તે નંદીશ્વરદ્વીપ ઉપર આવેલા બાવન જિનાલય જેવી રચના શરૂ કરી. ચારે બાજુ પથ્થરમાં જાળીઓ કોતરી છે. મંદિરની વચમાં મુખ્ય દેરી છે. તેની આસપાસ ચારે બાજુ ૧૩-૧૩ નાની દેરીઓ છે. સૌથી વચ્ચે જંબુદ્વીપ મધ્યનો મેરુપર્વત બતાડેલ છે. જેની ઉપર પરમાત્મા બિરાજમાન કરેલ છે. વિ.સં. ૧૮૮૩માં નંદીશ્વરદ્વીપની રચનાવાલા આ જિનાલયમાં ઉજમફોઈના હાથે પ્રતિષ્ઠા થઇ. સર્વે જિનબિંબોને વંદના કરીએ. “નમો જિણાણું.” આ ટૂંકના ચોકમાં બે નાની બારીઓ આવેલી છે. તેમાંથી જોતાં સહેજ દૂર દાદાની ટૂંક અને મોતીશાની ટૂંકનો દેખાવ સુંદર લાગે છે. બહાર નીકળીને જુદા જુદા બે દેરાસરમાં રહેલા કુંથુનાથ અને શાંતિનાથ ભગવાનને વંદના કરીએ. “નમો જિણાણું. હવે પાંચમી ટૂંકમાં પ્રવેશીએ. પાંચમી ટૂંકે જઇ માન ન કરશો ? (૫) હેમાભાઈની ટૂંકઃ અમદાવાદના નગરશેઠ શ્રી હેમાભાઇએ આ ટૂંક વિ.સં. ૧૮૮૨માં બંધાવી છે. ઉપર ત્રણ શિખરો છે. મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની વિ.સં. ૧૮૮૬માં પ્રતિષ્ઠા કરી. શ્રી પુંડરિકસ્વામી તથા બીજા બે ચૌમુખજી પણ છે. માહાભ્ય સાર ૪૧૫

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496