________________
દેરીમાં સામે દેખાય છે - સાંઢણી ઉપર બેઠેલા શેઠ અને તેની આગળ નીચે દોરડું લઇને બેઠેલો રબારી. સાંઢણીના પગ વચ્ચેની જગ્યાને પુણ્ય-પાપની બારી કહેવાય છે. જે આ બારીમાંથી નીકળી જાય છે તે પુણ્યશાળી કહેવાય છે.
જેઓ નીકળી શકતા નથી, તેઓ પછીથી તપ કરીને પુણ્યશાળી બને છે અને તપથી શરીર પાતળું થવાથી આરામથી આ બારીમાંથી બહાર નીકળી જાય છે.
આ દેરી પાછળ શત્રુંજય ગિરિરાજ પ્રત્યે અસીમ આસ્થા ધરાવનારા ભાગ્યશાળીના બલિદાનનો ગૌરવસભર ઇતિહાસ છૂપાયેલો છે.
આજથી લગભગ ૮૦૦ વર્ષ પહેલાં પાટણના મણિયાતી પાડામાં રહેતા બાળબ્રહ્મચારી પ્રતાપદાસ શેઠ શત્રુંજય ગિરિરાજ પ્રત્યે અતિશય ભક્તિભાવ ધરાવતાં હતા. તેઓ કાર્તિકી ચૈત્રી પુનમની યાત્રા તો કરે જ. તથા... દર વર્ષે કા. સુદ ૧૩-૧૪-૧૫નો ચોવિહારો અઠ્ઠમ કરે. ચોમાસી પ્રતિક્રમણ કરીને પવનવેગી સાંઢણી (ઊંટડી) ઉપર બેસીને રબારી સાથે કાર્તિકી-પૂર્ણિમાએ શત્રુંજય ગિરિરાજ પહોંચી જાય. ભાવવિભોર બનીને યાત્રા કરે. દર વર્ષનો આ તેમનો ક્રમ.
પણ એકવાર વરસાદ ન થવાના કારણે ભયંકર ગરમીથી અઠ્ઠમ ભારે પડ્યો. છતાં યાત્રા કરવા ચોમાસી પ્રતિક્રમણ પછી નીકળ્યા તો ખરા. વલભીપુર પહોંચતાં તો હાંફી ગયા. છતાં યાત્રા કરવાનો ભાવ ઉછળતો જ હતો. માંડ માંડ શત્રુંજયની તળેટીએ પહોંચ્યા.
એક નિર્ણય કર્યો કે આ દેહથી નહિ તો દેવ થઇને દેવાધિદેવના દર્શન કરીશ. આ નિર્ણયપૂર્વક દાદાનું ગિરિરાજનું તથા અરિહંતાદિનું શરણ સ્વીકાર્યું. દુષ્કૃતગર્તા, સુકૃતની અનુમોદના કરી. ગિરિવરના ધ્યાનમાં મન એકાગ્ર બનાવીને પોતાના પ્રાણ તયા.
તળેટીમાં રહેલી સાંઢણી થાકીને લોથપોથ થયેલી તેણે પણ સમજપૂર્વક ત્યાં તળેટીમાં જ પોતાના પ્રાણ છોડ્યા અને અલૌકિક મૃત્યુને પામી. સાથે રહેલો ભદ્રિક-શ્રદ્ધાળુ ચારણ પણ... “મારા શેઠના જે નાથ તે જ મારો સાથ...' એ ભાવથી તે પણ ત્યાં ચિરનિદ્રામાં પોઢી ગયો. આ રીતે યાત્રા કરનારા શેઠશ્રી, યાત્રા કરાવનારી સાંઢણી અને તેની અનુમોદના કરનાર ચારણ એકી સાથે ત્રણે એ ગિરિવરના શરણે મૃત્યુને વર્યા.
આવા મહાન નિષ્ઠાવાળા ગુણ-વ્રત અને શીલસંપન્ન ભાવુક યાત્રિકની સ્મૃતિ ચિરંજીવી રહે તે આશયથી ત્યાં સંઘે નિર્ણય કર્યો અને સાંઢણી ઉપર સવારી કરતાં તે શેઠની આદર્શરૂપ પ્રતિમા કંડારીને ગિરિરાજ ઉપર સ્થાપિત કરી.
આ સમાચાર પાટણમાં કારતક વદ બીજે મળ્યા એટલે અત્યારે તેમના બંને ભાઇઓના પરિવારમાં કાકાજી - સાહેબનો એ દિવસ ઉજવાય છે. મણિયાતી પાડામાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૯૫