________________
સિંહ કેશવાળી ખંજવાળીને સફાળો ઊઠ્યો. પળનોય વિલંબ કર્યા વિના એ વિક્રમશી સામે ધસ્યો. વિક્રમશીએ પણ સામે સીધો ઘા કર્યો અને એક ઝાટકે સિંહને મહાત કર્યો. ભારે આઘાતથી તરફડીને સિંહ ઢળી પડ્યો. વીર વિક્રમશી ઘંટ વગાડવા મંદિર તરફ દોડ્યો. પણ એટલામાં તો ઘવાયેલા સિંહે વળતો હુમલો કર્યો અને વિક્રમશીને લોહી લુહાણ કરી નાખ્યો. ઘાયલ વિક્રમશી મન કાઠું કરીને ઊઠ્યો. માંડ માંડ મંદિર સુધી પહોંચ્યો અને ઘંટનાદ કર્યો.
ટન... ન... ન... ન... ટન...! ટન... ન... ન... ન... ટન...!
ઘંટનાદ થતાં મિત્રો દોડી આવ્યા અને જોયું તો એક બાજુ સિંહ મરેલો પડ્યો હતો અને બીજી બાજુ વિક્રમશી પડ્યો હતો. મિત્રોએ તેને ખૂબ ખૂબ ઢંઢોળ્યો, પણ ઊઠ્યો નહિ. મિત્રોએ વિચાર્યું કે સિંહને માર્યા પછી વિક્રમશી પણ ઘંટ વગાડીને ઘાયલ સ્થિતિમાં મરણ પામ્યો છે.
વીર વિક્રમશી ગયો પણ યાત્રા ખુલ્લી કરતો ગયો. હજારો નર-નારીઓ નિરંતર ગિરિરાજ પર યાત્રાર્થે જવા લાગ્યા. વીર વિક્રમશીની પરાક્રમ ગાથાની સ્મૃતિરૂપે હાથી પોળના આગળના ચોકમાં લીંબડાની ડાળ નીચે વીર વિક્રમશીનો પાળીયો આજે પણ ઊભો છે. જે વીર વિક્રમશીની યાદ તાજી કરાવી રહેલ છે. સામે હાથીપોળનો દરવાજો દેખાય છે. • સુરજકુંડ : હાથીપોળના આ દરવાજાની ડાબી તરફના રસ્તે આપણે સુરજકુંડ તરફ જઇએ. સાવકીમાતા વીરમતીએ ચંદરાજાને કૂકડો બનાવી દીધો હતો. પત્ની પ્રેમલાલચ્છી સાથે આવેલો આ કૂકડો જે કુંડમાં પડતાં ફરી ચંદરાજાના મૂળ રૂપને પામ્યો હતો તે સુરજકુંડની પાસે આપણે આવી પહોંચ્યા છીએ. ભીંતમાં શિલ્પથી ઉપસાવેલું કૂકડાનું ચિત્ર ચંદરાજાની યાદ આપે છે.
| ચંદરાજાની કથા આભાપુરી નગરીમાં રાજા વીરસેને પોતાનાં કુમાર ચંદકુમારને રાજય સોંપ્યું. વીરસેન ગુજરી જવાથી ચંદરાજા રાજ્યનું પાલન કરતા હતા. પણ અપરમાતા વીરમતિ તેમનું ધ્યાન રાખતા હતા. એકદા વીરમતિ ચંદરાજાની રાણી ગુણાવલીને દેશાવર જોવા લઈ ગયાં. પોતાની વિદ્યાથી એક વૃક્ષ પર બેસી સાસુ વહુ ઉડ્યાં. તેની બખોલમાં છૂપી રીતે ચંદરાજા બેસી ગયેલા. સિંહલપુરમાં ચંદરાજા જ પ્રેમલાલચ્છીને પરણ્યા હતા. આ વાત વીરમતિએ “હાથમાં મીંઢણ'થી જાણી અને
શ્રી શત્રુંજય માહાત્મ સાર • ૩૯૮