________________
‘પુંડરીકસ્વામી... પુંડરીક એટલે કમળ... કમળ કાદવમાં ઉત્પન્ન થવા છતાં એનાથી અલિપ્ત રહીને પોતે પૂજ્યના ચરણોમાં પહોંચીને પવિત્ર બની જાય છે. તેમ આપણે પણ સંસારરૂપ કાદવમાં ઉત્પન્ન થયા હોવા છતાં આ સંસારના વિષય કષાયના ભાવોથી અલિપ્ત રહીને વિષય-કષાયથી નિર્લેપ રહીને પૂજ્યોના ચરણોમાં રહીશું તો મળેલ દુર્લભ મનુષ્યભવ સફળ કરી લેશું. અહીં પુંડરીક સ્વામી સામે બેસીને બે મિનિટ પુંડરીક સ્વામી ભગવાન સામે જોયા જ કરવાનું છે. એ મહાપુરુષના અણુઓપરમાણુઓનો સંચાર આપણા અંતઃ સ્થળ ઉપર થશે. આપણું જીવન ધન્યાતિધન્ય બની જશે. અહીં પરમાત્મા પુંડરીક સ્વામીની ભક્તિ કરતાં નિર્લેપભાવ માંગવાનો છે.’
આવ્યોને આનંદ...?
હવે બસ...! દાદા પાસે ચૈત્યવંદન કરશું...! ચાલો... દાદાના દરબારે... આવ્યો દાદાને દરબાર, કરો ભવોદિધ પાર,
ખરો તું છે આધાર, મોહે તાર... તાર... તાર...!
તારી મૂર્તિ મનોહાર, હરે મનના વિકાર;
મારા હૈયાનો હાર, પ્રભુ તાર તાર તાર...
આજની ઘડી છે રળીયામણી...
હાં રે મને વ્હાલો મળ્યાની વધામણી જી રે... આજની ઘડી છે રળીયામણી...
***
આનંદ કી ઘડી આઇ... સખી રી... આજ...
આનંદ કી ઘડી આઇ...
કરકે કૃપા પ્રભુ દરિસણ દીનો, ભવકી પીડ મીટાઇ... સખીરી... આજ...
***
અખિયાં હરખન લાગી હમારી... અખિયાં હરખન લાગી...
દરિશન દેખત આદિ જિણંદ કો ભાગ્ય દશા અબ જાગી હમારી...
આજે તો મન મૂકીને, પેટ ભરીને દાદાના દર્શન કરી લ્યો... સાચુ કહું ? મને તો અહીંથી જરાયે ખસવાનું મન થતું નથી. બસ...! એમ જ થયા કરે છે કે દાદા...! જો મારું ચાલે તો તારા સાનિધ્યથી એક ક્ષણ પણ દૂર ન થાઉં... કેવી બલિહારી છે... દાદા તારી...
બસ... દાદા પાસે તો લેવાય એટલું લઇ જ લો... આ દાદો તો આપવા જ બેઠો છે. જુઓ તો કેવી અમીદિષ્ટ પડી રહી છે આપણા ઉપર આજે... આપણું શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૦૭