________________
ડાબી બાજુ વિસામો લેવા બેઠેલા ડોળીવાળા દેખાય છે. થોડા પગથીયા ચડ્યા એટલે જમણી બાજુ ઘટીની પાગ તરફ જવાનો રસ્તો દેખાય છે. પહેલા અત્રે કુંતાસર નામે ખીણ હતી. મોતીશા શેઠે ખીણ પૂરાવી. બહારના ભાગમાં કુંતાસર કુંડ છે. તેની દિવાલના ગોખલામાં કુંતારદેવીની મૂર્તિ સ્થાપેલી છે. સામે દેખાય છે તે દરવાજો સગાળપોળ તરીકે ઓળખાય છે. બંગાળના સરાફની યાદમાં નામ અપાયું છે. • સગાળપોળ : સાથે લાવેલાં કપડાના બુટ-સ્લીપર, લાકડી વગેરે અહીં મૂકીને આગળ વધાય છે. સામે જે ચોક છે, તે દોલાખાડી તરીકે ઓળખાય છે.
ડાબી બાજુ નોંધણકુંડ, સગાળકુંડ અને તેની પાસે આણંદજી કલ્યાણજીની પેઢી દેખાઇ રહી છે. બાજુમાં પૂજારીઓ અને પહેરેગીરોને રહેવા માટેની રૂમો છે.
| વિમલવસહી. • વાઘણપોળ : થોડા પગથીયા ચડ્યા એટલે સામે દેખાય છે, વાઘણપોળનો દરવાજો. વાઘણપોળથી દાદાના દરબાર સુધીના વિસ્તારને દાદાની ટૂંક, વિમલવસહી કે મરુદેવા શિખર કહેવાય છે. જમણી બાજુ અચલગચ્છીય શેઠશ્રી કેશવજી નાયકની ટૂંક દેખાય છે. તેમાં પાંચ મહાતીર્થની રચના છે. ત્યાં રહેલા સર્વ પરમાત્માને વંદન કરીએ. “નમો જિણાણં'. વાઘણપોળનું નિર્માણ ઈ.સ. ૧૨૩૨માં મંત્રી વસ્તુપાળ તેજપાળે કરાવ્યું. પુનઃનિર્માણ શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇએ કરાવેલ છે.
બંને બાજુ સામ સામે શીલાલેખો છે, તે આ નવું પ્રવેશદ્વાર બનાવતી વખતે ખોદકામ કરતાં નીકળેલ. એ શીલાલેખોમાં ધોળકાના મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળના ગુણાનુવાદ કરવામાં આવેલ છે. મંત્રીશ્વરોએ અહીં નેમિનાથ સ્વામી તથા સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના મંદિરો બંધાવેલા જે પંદરમી સદી સુધી હતા. એવો ઉલ્લેખ છે.
I શાંતિનાથજીનું દેરાસર જ્યાં સોહે શાંતિનાથ દાદા, સોળમા જિન ત્રિભુવન ત્રાતા, પોળ જાતાં સૌ પહેલા પ્રણામ છે. સૌ ચાલો સિદ્ધગિરિ...
સૌ પ્રથમ શાંતિનાથ ભગવાનને ભેટીશું. અહીંની યાત્રામાં બીજુ ચૈત્યવંદન શાંતિનાથ ભગવાનનું કરાય છે. આ મંદિરનું નિર્માણ દમણના શેઠ શ્રી હીરાચંદરાયે ૧૮૬૦ વૈશાખ સુદ પાંચમ સોમવારે કરાવેલ તેવો ઉલ્લેખ છે. તો ચાલો...! આપણે દાદાના દર્શને જઇએ...
શ્રી શત્રુંજય માહાસ્ય સાર - ૩૯૧