________________
આ સામે ઊંચે દેખાતું શિખર કાંઈ દાદાની ટૂંક નથી હોં! એ તો છે ચૌમુખજીની ટૂંકનું શિખર. ચારે બાજુ ૨૫-૨૫ માઈલ દૂરથી પણ આ શિખરના દર્શન થાય છે. ચાલો... અહીંથી જ “નમો જિણાણું' કહીને વંદના કરી આગળ વધીએ...
હીરાબાઈએ બનાવેલ હીરાકુંડ વટાવીને હવે આપણે એક ચોતરા પાસે આવી પહોંચ્યા છીએ. • ત્રિશિખરી દેરી: આ ચોતરા ઉપર ત્રણ શિખરવાળી દેરીમાં, પાંચ શ્યામવર્ણના કાઉસ્સગીયા પ્રતિમા જે દેખાય છે, તે રામ, ભરત, થાવસ્ત્રાપુત્ર, શુક પરિવ્રાજક અને શેલતાચાર્યની છે. • રામ-ભરત : રામાયણના મુખ્ય પાત્ર રામચંદ્રજીએ આ શત્રુંજય ગિરિરાજનો અગિયારમો ઉદ્ધાર કરાવ્યો છે. તેઓ અને તેમના ભાઈ ભરત ત્રણ કરોડ મુનિઓ સાથે અહીં મોક્ષે ગયા છે. “નમો સિદ્ધાણં.” • થાવા પુત્ર : થાવસ્યા શેઠાણીના પુત્ર નેમિનાથ ભગવાનની દેશના સાંભળીને, વૈરાગ્ય પામી, ૩૨ કરોડ સોનામહોરની સંપત્તિ તથા ૩૨ પત્નીઓને છોડી બીજા એક હજાર પુરુષો સાથે નેમિનાથ પરમાત્મા પાસે દીક્ષા લીધી. છેલ્લે આ શત્રુંજય ગિરિરાજ ઉપર તેઓ બધા એક મહિનાનું અનશન કરીને મોક્ષે ગયા. નમો સિદ્ધાણં.' • શુક પરિવ્રાજક : જલશૌચમાં ધર્મ માનનાર સુદર્શન થાવચ્ચ પુત્રના સત્સંગને પામી ચુસ્ત શ્રાવક બન્યો. સુદર્શનને છેતરાયેલો માની, તેના ભૂતપૂર્વ ગુરુ શુક પરિવ્રાજક ત્યાં આવ્યા. સુદર્શન તેમને આચાર્ય થાવગ્ગાપુત્ર પાસે લઈ ગયો. કાચા પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવ છે. જલશૌચમાં ધર્મ નથી પણ પુષ્કળ હિંસા છે. જલશૌચથી મોક્ષ થતો હોય તો બધા જ માછલાઓ જલ્દી મોક્ષમાં જવા જોઇએ, વગેરે યુક્તિઓ વડે પ્રતિબોધ પામેલા શુકપરિવ્રાજકે પોતાના ૧૦૦૦ શિષ્યો સાથે દીક્ષા લીધી. પછી આચાર્ય થઇને તેઓ છેલ્લે શત્રુંજય ગિરિરાજ ઉપર ૧૦૦૦ શિષ્યો સાથે અનશન કરીને મોક્ષમાં ગયા. “નમો સિદ્ધાણં.” • શેલતાચાર્યઃ આ શુકાચાર્ય (શુક પરિવ્રાજક) પાસે મંડુકદેશના રાજા શેલકજીએ, પંથકજી વગેરે ૫૦૦ મંત્રીઓ સાથે દીક્ષી લીધી હતી. શુકાચાર્યના નિર્વાણ પછી આ શેલતાચાર્ય પોતાના શિષ્યો સાથે મંડુકનગરીમાં આવ્યા. શરીરમાં આવેલી માંદગીના અહીં ઉપચારો કર્યા. શારીરિક માંદગી તો દૂર થઈ પણ ખાવા-પીવાની આસક્તિ રૂપ આત્મિક માંદગી શરૂ થઇ. ત્યાં જ રોકાઈ ગયા. પંથકજીએ અન્ય શિષ્યોને વિહાર કરાવી દીધો.
શ્રી શત્રુંજય માહામ્ય સાર - ૩૮૬