________________
(૧૨) સહસ્ત્રપત્ર નામનું આલંબન સહસ્ત્રપત્રકુમાર
સ્વામી ! વીરપુરીનો દૂત આવીને રાજદ્વારે ઉભો છે.” પ્રતિહારીએ આ પ્રમાણે સમાચાર આપતાં... રમાપુરીના રાજા મહાજિષ્ણુએ તેને અંદર મોકલવાની સંમતિ આપી.
તે દૂતે આવીને રાજાના હાથમાં એક લેખ મૂક્યો. રાજા અને મંત્રીએ લેખ ઉઘાડીને વાંચ્યો. તેમાં જણાવ્યું હતું કે –
વીરપુરીથી રોધની નામનો રાજા, હું મારી કમલશ્રી નામની કન્યાનો સ્વયંવર રચું છું. તો મહા સુદ પાંચમના તે સ્વયંવરમાં કુમાર સહિત આપે અવશ્ય પધારવું.”
લેખ વાંચીને રાજા ખુશ થયો. કારણ કે પટ્ટરાણી શ્રીમતીનો પુત્ર સહસ્ત્રપત્ર બધી કળાઓમાં કુશળ હતો. તે યૌવનવય પામ્યો હતો. તેથી તેને અનુરૂપ કન્યા માટે રાજા વિચારતા હતા. તેમાં સામેથી આવું આમંત્રણ આવ્યું. રાજાએ સઘળી તૈયારીઓ કરવા માંડી. શુભ દિવસે વીરપુરી તરફ કુમારને સૈન્ય સહિત પ્રયાણ કરાવ્યું.
કુમાર પણ સમયસર ત્યાં પહોંચ્યો. રોધની રાજાએ એનો આદર-સત્કાર કરી ખૂબ માન આપ્યું. સ્વયંવરના દિવસે સાક્ષાત્ રૂપલક્ષ્મી જેવી કન્યા મંડપમાં આવી. એક પછી એક રાજાઓ - રાજકુમારોની પાસેથી પસાર થતી સહસ્ત્રપત્રકુમાર પાસે આવી અને વરમાળા પહેરાવી.
તે જ વખતે તેના પુન્યથી આકર્ષાયેલા બીજા ઘણા રાજાઓએ પણ પોતાની પુત્રીઓ સહસ્ત્રપત્રને આપી. અઢળક ઋદ્ધિ અને નવપરિણીતા વધુઓ સાથે પોતાના નગર તરફ તે ચાલ્યો. નગરની નજીક આવતાં બહાર ઉદ્યાનમાં તેણે એક કેવલી ભગવંતને દેશના આપતા જોયા. સંસારનું સ્વરૂપ જણાવતી, મોહાંધકારને દૂર કરતી દેશના સાંભળીને રાજકુમાર ત્યારે જ વૈરાગ્યવાસિત બની ગયો.
વિનયસહિત માતા-પિતાને સમજાવીને સહસ્ત્રપત્રકુમારે સર્વ પત્નીઓ સહિત દીક્ષા લીધી. અનુક્રમે અગ્યાર અંગ ભણ્યા. આચાર્ય બન્યા. વિચરતા વિચરતા એક દિવસ શત્રુંજયગિરિએ પધાર્યા. ત્યાં ગિરિરાજની મહત્તાથી શુભધ્યાનની વૃદ્ધિ થતાં નિર્મળ કેવળજ્ઞાન પામ્યા. તેમની સાથે બીજા પણ કરોડ મુનિઓ કેવળજ્ઞાન પામ્યા.
ઇન્દ્રમહારાજાએ તેમના નામ અનુસાર હજાર પાંખડીવાળું સુવર્ણકમલ રચ્યું. તેની ઉપર કેવલી ભગવંત બિરાજયા. દેશના આપી. ત્યારબાદ સકલ કર્મક્ષયથી તે ગિરિ ઉપર જ મુક્તિ પામ્યા. આ જોઇ ઇન્દ્ર “સહમ્રપત્ર’ એવું નામ પ્રસિદ્ધ કર્યું.
॥ इति सहस्त्रपत्रः नाम्नि सहस्त्रपत्रकथा ॥ શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૬ ૧