________________
ત્યાં તે વખતે સંઘમાં પધારેલા તાલધ્વજ સૂરિભગવંત પણ ધ્યાનારૂઢ થયા અને ઘાતકર્મ ખપાવી એક લાખ સાધુ સહિત મોક્ષે ગયા. તેમની સાથે સંઘના ૧ લાખ લોકો પણ મોક્ષે ગયા.
આ જોઇ ભાવિત થયેલા રાજાએ એ શિખર ઉપર મોટું જિનાલય બંધાવ્યું અને સર્વસંઘની સાક્ષીએ ‘તાલધ્વજ' એ પ્રમાણે ગિરિરાજને નામ આપ્યું. ત્યારબાદ પોતાના નગરમાં આવી પુરંદર નામના પુત્રને રાજ્યભાર સોંપી પદ્માચાર્યની પાસે સંયમ લીધું. અનેક શાસ્ત્રો ભણી વિહાર કરતાં શત્રુંજયગિરિએ પધાર્યા. ત્યાં કેવળજ્ઞાન પામી મોક્ષમાં ગયા.
I તિ તાત્કૃધ્વગઃ રાત્રિ ઘર પાત્રસૃપથી . (૨૧) કદંબગિરિ નામનું આલંબન ઇન્દ્ર(ભીમ) શ્રેષ્ઠિ, લક્ષ્મીપુર નગરમાં ભીમ નામના ધનવાન તથા રૂપવાન શેઠ હતા. તેમને રતિ અને પ્રીતિ નામની બે સ્ત્રીઓ હતી. તે ઉપરાંત કોઇક પ્રસંગે શેઠ સુરસુંદરી નામની ત્રીજી શ્રેષ્ઠિકન્યા પણ પરણ્યા. પરંતુ તે ત્રણે સ્ત્રીઓ કાર્મણાદિ કપટકળામાં કુશળ અને એક-બીજાથી ચડિયાતી હતી. તેની જાણ થતાં શેઠ તેમને ત્રણેને છોડીને ગુરુભગવંતના શરણે ગયા. તેમની પાસેથી દયામય ધર્મ સાંભળી શેઠે સંયમ અંગીકાર કર્યું. નિરતિચાર ચારિત્રનું પાલન કરી આયુષ્ય પૂર્ણ કરી, ભીમમુનિ પહેલા દેવલોકમાં ઇન્દ્ર થયા.
આ ઇન્દ્ર એક વખત શત્રુંજયગિરિની યાત્રાએ આવ્યા તે વખતે કદંબ નામના ગણધર એક લાખ મુનિઓની સાથે ત્યાં મુક્તિ પામ્યા. તે જોઈ હર્ષિત થયેલા ઇન્દ્ર સિદ્ધગિરિનું “કદંબગિરિ' નામે પ્રસિદ્ધ કર્યું. શ્રેષ્ઠિનો જીવ ઈન્દ્ર બનેલો તેથી ઈન્દ્રશ્રેષ્ઠિ એ પ્રમાણે કહ્યું.
| | કૃતિ સ્વર: નાખિ રૂછિળથી ..
(નોંધ : શ્રી શત્રુંજયના ૨૧ નામો ૧૦૮ નામો ઘણી જુદી જુદી રીતે મળે છે. ખમાસમણાના દુહામાં જે ૨૧ નામ આવે છે તે આનાથી જુદા છે. અહીં જે નામો બતાવ્યા છે તે શત્રુજય કલ્પવૃત્તિના આધારે જણાવ્યા છે.)
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૯