________________
ધર્મનંદનરાજાએ પોતાના પુત્ર ગજને રાજ્ય પર સ્થાપન કરી, દીક્ષા લઈ શ્રી શત્રુંજયગિરિ પર તપ કર્યું. અનુક્રમે ધર્મરાજર્ષિ સંપૂર્ણકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી ઘણા સાધુઓની સાથે શ્રી શત્રુંજયગિરિ ઉપર મોક્ષ પામ્યા.
॥ इति कोटिनिवासः नाम्नि धर्मनंदननृपकथा ॥ I(૧૯) લૌહિત્ય નામનું આલંબન લૌહિત્યરષિ “અહો...! ભરતક્ષેત્રમાં પદ્મપુરનગરમાં ધન નામના શેઠ કોઇએ નહીં આપેલું ધન લેતા નથી. અનુજ્ઞા નહિ અપાયેલી જગ્યાનો પણ ઉપયોગ કરતા નથી.'
સૌધર્મેન્દ્ર આ પ્રમાણે પોતાની સભામાં પ્રશંસા કરી રહ્યા હતા. ત્યારે એક દેવ શ્રદ્ધા નહિ કરતો ધન શેઠની પરીક્ષા કરવા આવ્યો. દેવે ચારે બાજુ માર્ગમાં ઘણું ધન વેરેલું બતાવ્યું, પણ ધનશેઠ જરાપણ નજર સરખી કરતા નથી. તેથી ખુશ થયેલો દેવ બે રત્નો આપી દેવલોકમાં ગયો.
એક વખત શેઠ દેહની ચિંતા માટે બહારની ભૂમિમાં ગયો. જયાં જ્યાં સ્થાનના અધિષ્ઠાયક પાસે રજા માંગે છે, ત્યાં ત્યાં સ્થાનનો અધિષ્ઠાયક દેવ પ્રગટપણે કહેતો હતો, “હે શેઠ ! તું અહીં ન બેસ. બીજે ઠેકાણે જા.” આ પ્રમાણે સંધ્યાસમય સુધી વનની અંદર ભટકતા શેઠે તે યક્ષને ઠગીને જલ્દી કાયચિંતા ટાળી.
તેના સત્ત્વથી પ્રસન્ન થયેલા યક્ષે કહ્યું, “હું તમારી ઉપર તુષ્ટ થયો છું. ઇચ્છા પ્રમાણે માંગો.'
શેઠે કહ્યું : “ધર્મના પ્રભાવે મારી પાસે બધું જ છે.'
આ સાંભળી વધુ ખુશ થયેલા યક્ષે દશ કરોડના દશ મણિ શેઠને આપ્યા અને જરૂર પડે સ્મરણ કરવાનું કહી અંતધ્યન થયો.
શેઠે પાંચ મણિ વેચીને સંઘસહિત શત્રુંજયની યાત્રા કરી. ત્યાં તેની પ્રભુભક્તિથી પ્રસન્ન થયેલો યક્ષ ફરી પ્રગટ થયો. તેણે ફરી બીજા વીશ કરોડના મૂલ્યવાળા પાંચ મણિ આપ્યા. તેના દ્વારા શેઠે ત્યાં જિનાલય બંધાવ્યું. ત્યાં ધ્યાન ધરતા શેઠ કેવળજ્ઞાન પામી, મોક્ષમાં ગયા.
આ બાજુ પુન્યપુર નગરના અધિપતિ લૌહિત્યરાજાએ ૧ કરોડ માણસો સાથે દીક્ષા લીધી હતી. બાર અંગ ભણી અનુક્રમે આચાર્યપદ પામી કરોડ સાધુઓ સાથે શ્રી શત્રુંજયતીર્થ ઉપર આવ્યા. દરેક જિનમંદિરમાં તીર્થકર ભગવંતોને નમસ્કાર કરતા અનુક્રમે ધન શેઠે કરાવેલા શ્રી ઋષભદેવના મંદિરમાં લૌહિત્યમુનિ ઘણા સાધુઓ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૭