________________
સુંદર કેવલી ભગવંતે ધર્મદેશના આપી. તે સાંભળી ત્રણ લાખ જીવો પ્રતિબોધ પામ્યા. તે સર્વ સિદ્ધગિરિ ઉપર મોક્ષે ગયા.
આ
પ્રમાણે સિદ્ધિગિરિ ઉપર રત્નની ખાણો તથા અદ્ભૂત ગુફાઓ પણ છે. જેના પ્રભાવે અનેક આત્માઓને દ્રવ્ય-ભાવ બંને પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થઇ છે. આ રીતે શત્રુંજયનો મહિમા અપરંપાર છે.
શત્રુંજય ઉપર ઔષધોનો ભંડાર
શત્રુંજય ઉપર ઘણા વિશિષ્ટ વૃક્ષો છે. જેનાં ફળો ઔષધ તરીકેનું કામ કરે છે. તે ઔષધના પ્રભાવ સંબંધી પદ્મસેન રાજાની વાત આવે છે કે...
ક્ષિતિભૂષા નગ૨માં વીરરાજાને પદ્માવતી રાણીનો પદ્મસેન નામનો કુમાર છે. કુમાર રૂપ અને કળાઓમાં શ્રેષ્ઠ છે. તેને ૫૦૦ રાજકન્યાઓ પરણાવી છે. તેમની સાથે પાંચે ઇન્દ્રિયના વિષયસુખો ભોગવતો રાજકુમાર દોગુન્દક દેવની જેમ દિવસો પસાર કરે છે.
નિરંતર સુખમાં અત્યંત આસક્ત થયેલા રાજકુમારને અચાનક ક્ષય રોગ થયો. તે રોગથી તે અત્યંત પીડાવા લાગ્યો. રાજાએ ઘણા વૈદ્યો પાસે ઉપચાર કરાવ્યા પણ રાજકુમારને કાંઇ લાભ થયો નહિ. ત્યારપછી રાજાએ જ્યોતિષીઓને બોલાવીને રોગની શાંતિનો ઉપાય પૂછ્યો પણ તેનાથી પણ કાંઇ ગુણ થયો નહિ.
એક દિવસ રાજાને શત્રુંજયતીર્થની યાત્રા કરવાની ભાવના થઇ. તેથી પરિવાર સહિત રાજા યાત્રા કરવા આવ્યો. ત્યાં રોગની શાંતિ માટે રાજકુમારે સાત દિવસ ઉપવાસ કર્યા અને ગોમેધ યક્ષને વિનંતી કરી, ‘હે યક્ષ ! મારા રોગની શાંતિ માટેનું ઔષધ કહો.'
યક્ષે પ્રગટ થઇને કહ્યું, ‘હે રાજપુત્ર ! આ પાસે રહેલા વૃક્ષનું ફલ તું ખા. તો તારો રોગ તત્કાલ દૂર થશે.'
રાજપુત્રે તેમ કર્યું અને દેવકુમારની જેમ તરત જ નિરોગી થયો. રાજાએ પુત્રને નિરોગી થયેલો જોઇ ત્યાં ઊંચું અને સુંદર શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યું. તેમાં સુવર્ણની પ્રતિમા બિરાજમાન કરી. અનુક્રમે શત્રુંજયની ભક્તિ કરતાં કરતાં આત્મકલ્યાણ સાધ્યું.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૭૪