________________
અટકતો નથી. તો તારા પાપનું ફળ જો.' એમ કહી એક નિર્જળ જંગલમાં રાજાને મૂકી દીધો. ત્યાં રાજાએ પશ્ચાત્તાપ - ભૂખ - તરસથી પીડાતા ઘણાં કર્મો ખપાવ્યા. તેથી દેવી ફરીથી આવી અને તેને સંપૂર્ણ પાપમુક્ત કરવા શત્રુંજયતીર્થે મૂક્યો.
શત્રુંજયગિરિ ઉપર કોઇક મહાત્માને તેણે ગિરિરાજનું માહાત્મ્ય કહેતા સાંભલ્યા. તેથી નમ્ર થઇ તેમની આગળ બેઠો. મહાત્માની વાત સાંભળી તેણે નક્કી કર્યું કે, ‘આજથી મારે કોઇ જીવને હણવો નહિ અને હંમેશા છટ્ઠનો તપ કરવો.’ આ સંકલ્પથી દેવી ફરી પ્રત્યક્ષ થઇ. તેણે કહ્યું કે, ‘હું તમારી પૂર્વભવની બહેન દેવી થઇ છું. તમને દુર્ગતિમાં જતા અટકાવવા મેં અહીં લાવ્યા છે. હવે ધર્મ વડે તમારો સંકલ્પ સિદ્ધ કરી... આત્મકલ્યાણ સાધો.'
રાજાએ શત્રુંજયગિરિની ખૂબ ભક્તિ કરી. ત્યાં તેના ૧૦૮ શિખરો ઉપર ઘણા આત્માઓની મુક્તિ જોઇ રાજાએ દરેક શિખર ઉપર એક એક જિનમંદિર બંધાવ્યું. તેમાં સેંકડો પ્રભુપ્રતિમાની સ્થાપના કરી. તે વખતે રાજાએ ગિરિરાજનું ‘અષ્ટોત્તરશતકૂટ’ નામ પ્રસિદ્ધ કર્યું.
ત્યાંથી પોતાના નગરમાં આવી, પોતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી વીરરાજાએ દીક્ષા લીધી. અનુક્રમે આચાર્ય થઇ, શત્રુંજયગિરિ ઉપર કેવળજ્ઞાન પામી ત્રણ લાખ સાધુઓની સાથે મોક્ષે ગયા.
॥ इति अष्टोत्तरशतकूटः नाम्नि वीरराजकथा ॥
(૧૫) શ્રી નગાધિરાજ નામનું આલંબન સ્વયંપ્રભદેવ
‘શ્રી શત્રુંજય સમાન તીર્થ કોઇ ઠેકાણે નથી.’ આ રીતે સૌધર્મ ઇન્દ્ર તીર્થની પ્રશંસા કરી રહ્યા હતા, તે નહિં માનતા સ્વયંપ્રભદેવે કહ્યું, ‘આપ સ્વામી છો, તેથી આપનું વચન માન્ય કરવું પડે.’ ઇન્દ્રે કહ્યું, ‘તમે સ્વયં અનુભવ કરીને માનજો.' આથી સ્વયંપ્રભદેવ બીજા શાશ્વત-અશાશ્વત તીર્થોમાં તપાસ કરવા ગયો. ત્યાં તેણે કવચિત્ અલ્પજીવોને મોક્ષે જતા જોયા.
ત્યારપછી તે દેવ શત્રુંજય તીર્થે આવ્યો. ત્યાં તે જ દિવસે લાખ જીવો મોક્ષે ગયા. બીજે દિવસે કરોડ, ત્રીજે દિવસે પાંચ હજાર, ચોથા દિવસે ૧૦૫, પાંચમા દિવસે ૭૦૦, છઠ્ઠા દિવસે ૧૦, સાતમા દિવસે ૮૦૦, આઠમા દિવસે ૬૨૮. આમ રોજે રોજ ઘણા બધા આત્માઓને મોક્ષે જતા જોઇ તેણે પવિત્ર એવા ગિરિરાજને ‘નગાધિરાજ’ નામ આપ્યું.
॥ इति नगाधिराजः नाम्नि स्वयंप्रभदेवकथा ॥
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૬૪