________________
અનુક્રમે ઘણા તીથની યાત્રા તથા ભક્તિ કરી, પોતાના નગરમાં પાછા આવી, પુત્રને રાજયભાર સોંપી, આઠ હજાર સેવકો અને પચાશ રાજાઓની સાથે શ્રી ચંદ્રસૂરીશ્વરજી પાસે દીક્ષા લીધી. અગ્યાર અંગનો અભ્યાસ કર્યો. ગુરુએ યોગ્ય જાણી પોતાના પદે સ્થાપન કર્યા.
ઘણા મુમુક્ષુઓને પ્રતિબોધ કરી સોમાચાર્ય પરિવાર સહિત પૃથ્વી પર વિચરતા... શ્રી શત્રુંજયગિરિએ આવ્યા. ત્યાં ગિરિરાજનું ધ્યાન કરતાં સોમદેવસૂરિજી કેવળજ્ઞાન પામી, એક લાખ સાધુઓની સાથે મોક્ષે ગયા.
| | તિ શતાવર્તઃ શાનિ સોમવનૃપથી છે I(૧૪) “અષ્ટોત્તરશતકૂટ' નામનું આલંબન વીરરાજા धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहन्ति यः । कथं शुभायतिः स्वामि-द्रोहकस्येह तस्य तु ॥
અર્થ : ધર્મથી ઐશ્વર્ય મેળવનારો જે વ્યક્તિ, ધર્મને જ હણે છે. અર્થાત્ ભૂલી જાય છે. સ્વામીદ્રોહનું પાપ કરનાર છે. તેનું ભવિષ્ય સારું ક્યાંથી થાય ?
વીર નગરીનો વિરરાજા રાત્રિના સમયે માર્ગમાં ચાલ્યો જતો હતો ત્યારે આ શ્લોક સાંભળે છે. પણ.. રાજાને શ્લોક સાંભળવા છતાં કોઈ અસર ન થઈ. કારણ કે રાજા પરસ્ત્રીગમન, ચોરી, શિકાર આદિ મોટા મોટા પાપોમાં રક્ત હતો.
રાજાએ નહિ ગણકારવા છતાં શ્લોકનો ધ્વનિ વારંવાર તેના કાને અથડાવા લાગ્યો. તેથી રાજાનું મન કંઇક વિચારે ચડ્યું. તેણે શ્લોકનો ભાવાર્થ જાણ્યો અને પોતે કરેલા પાપોથી ભય પામ્યો.
પાપનું ફળ જાણ્યા પછી પાપોનો ત્યાગ કરવાને બદલે દુઃખોથી દૂર ભાગવું એ પ્રાણીમાત્રનો સ્વભાવ બની ગયો છે. રાજા પણ આવી હિનવૃત્તિથી પ્રેરાયેલો અગ્નિમાં બળી મરીને કે પાણીમાં પ્રવેશીને આત્મહત્યા કરવા નગરમાંથી બહાર નીકળ્યો. તે વખતે અકસ્માત તેની સન્મુખ એક ભયંકર શિંગડાવાળી ગાય ધસી આવી. મરવાની ઇચ્છા હોવા છતાં ગાયથી પોતાના પરાભવને નહિ સહન કરતા રાજાએ ગાય ઉપર જોરથી ખડગૂ પ્રહાર કર્યો. તેથી ગાયનું પેટ ફાટી ગયું ને તેમાંથી એક સ્ત્રી નીકળી. તે સ્ત્રીના હાથમાં ધારદાર છરી હતી. તેણે રાજાને યુદ્ધ માટે પડકાર્યો. રાજા પણ સ્ત્રીની સામે થયો, પણ તેનું કશું ચાલ્યું નહિ. સ્ત્રીએ તેને લોહીલુહાણ કરી મૂક્યો.
એક સ્ત્રીથી પોતાનો પરાભવ જોઈ રાજા ખૂબ દુઃખી થયો. ત્યારે તે સ્ત્રીએ દેવીનું રૂપ કર્યું અને રાજાને કહ્યું, ‘તું મરવાની ઇચ્છાવાળો હોવા છતાં હજી જીવહિંસાથી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૩