________________
ગિરિરાજ સ્વર્ગ અને મુક્તિ આપવામાં સ્વયં સમર્થ છે. અહીં સર્વ સુખો સિદ્ધ થાય છે. તેથી આ સિદ્ધપર્વત છે.” આ રીતે શત્રુંજયનું “સિદ્ધપર્વત' નામ થયું. સ્વર્ગથી અવીને બંને દેવો મનુષ્ય થઈ, સંયમ લઇ, સિદ્ધપર્વત ઉપર મોક્ષે ગયા.
! રૂતિ સિદ્ધપર્વત: નાન વધુ કથા | (૮) “સિદ્ધરાજ' નામનું આલંબન ચંદ્રચૂડરાજા હે દુષ્ટ ! હે પાપિઇ ! તું શા માટે રાજપુત્રને હણે છે ?' આ પ્રમાણે કહીને એક દયાળુ વિદ્યાધરે બીજા વિદ્યાધરની પીઠમાં મુષ્ટિપ્રહાર કરીને તેને કુર્જ ખુંધવાળો બનાવ્યો. આ રીતે હાડકાં ભાંગી જવાની પીડાથી અત્યંત દુઃખી થતો વિદ્યાધર કરુણ સ્વરે વિલાપ કરવા લાગ્યો. ત્યારે પેલા દયાળુ વિદ્યારે તેને કહ્યું કે... “બીજાને હેરાન કરવા રૂપ દુષ્કૃતનું આ તો અંશમાત્ર ફળ છે. વિશેષ ફળ તો નરકપાત છે. તો તું શા માટે આવું અકાર્ય કરે છે ? અને આ સ્વરૂપવાન કુમાર કોણ છે ?
પેલો દુઃખી વિદ્યાધર બોલ્યો, “આ કલાકેલિનગરના રાજા લક્ષ્મીધર અને લક્ષ્મીવતી રાણીનો પુત્ર ચંદ્રચૂડકુમાર છે. તે મારો પૂર્વભવનો વૈરી છે, તેથી તેનો બદલો લેવા મેં આ અકાર્ય કર્યું છે. પણ... અમારા બંનેના સદ્ભાગ્યે આપ અહીં પધાર્યા. આને જીવિતદાન આપ્યું અને મને પણ પાપકાર્યથી અટકાવીને મોટો ઉપકાર કર્યો છે. હવે હું આના પ્રત્યેનો દ્વેષભાવ ત્યજી દઉં છું. તો આપ પણ કરુણા લાવીને મને પીડામુક્ત કરો.”
તેનાં આવા પશ્ચાત્તાપ અને વિનયવાળા વચનથી સંતોષ પામી દયાળુ વિદ્યાધરે તેને સાજો કર્યો. પીડામુક્ત થયેલા વિદ્યાધરે કુમારને વિદ્યાઓ આપીને મિત્રતા કરી. પછી બંને વિદ્યાધરો કુમારને લઇ તેના નગર તરફ ચાલ્યા.
આ બાજુ રાજપુત્રનું અપહરણ થવાથી દુઃખી થયેલા રાજા ખૂબ શોક કરતા હતા. તે સમયે તે ત્રણે ત્યાં આવી પહોંચ્યા. પુત્રને અક્ષતાંગ આવેલો જોઈ રાજા ખુશ થયો. વૃત્તાંત સાંભળી બંને વિદ્યાધરોનું ઉચિત સન્માન કરી વિદાય આપી.
આ પ્રસંગથી લક્ષ્મીધર રાજાને વૈરાગ્ય થયો અને પુત્રને રાજયધુરા સોંપી, આઠ દિવસના ઉત્સવપૂર્વક સંયમ લીધું. ગુરુભગવંત સાથે વિચરતા લક્ષ્મીધર રાજર્ષિ એક વખત શત્રુંજયગિરિએ પધાર્યા. ચંદ્રચૂડ રાજાને સમાચાર મળતાં તે પણ સંઘસહિત
ત્યાં આવ્યો. તે વખતે લક્ષ્મીધર રાજર્ષિને શુક્લધ્યાન ધ્યાવતા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ ઉત્સવ કર્યો. દેવકૃત સુવર્ણકમલ ઉપર બેસીને કેવલીએ દેશના આપી.
માહાભ્ય સાર ૩પ૮