________________
એક વખત ભરતેશ્વરની જેમ દર્પણમાં શરીરશોભા જોતાં ચિત્તમાં તેની અસારતા જાણી શુભધ્યાને ચડતાં કેવળજ્ઞાન પામ્યા, પછી અદ્ધ પૂર્વ સુધી વ્રત પાળી, અંતે મોક્ષ પામ્યા.
હે ઇન્દ્ર ! આ તીર્થરાજનો બીજો ઉદ્ધાર કરનાર શ્રી ભરતના વંશમાં પવિત્ર એવા દંડવીર્ય રાજા થયા છે અને ઉદ્ધારના પુણ્ય વડે તેઓ મુક્તિસુખ પામ્યા છે.
(ઇતિ દ્વિતીય ઉદ્ધાર) • ત્રીજા ઉદ્ધારક : ઇશાનેન્દ્ર , ત્યાર પછી કેટલેક કાળે ત્રીજો ઉદ્ધાર થયો, તે આ પ્રમાણે : એક વખત ઇશાનેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં ગયા. ત્યાં સમવસરણમાં બિરાજમાન સીમંધરસ્વામીને નમસ્કાર કરી, સ્તવીને તેમની આગળ બેઠા. પ્રભુએ દેશના શરૂ કરી કે :
જેમ સર્વ ભવમાં મનુષ્યભવ, સર્વ ગ્રહોમાં સૂર્ય તેમ સર્વ દ્વીપોમાં જંબૂઢીપ ગુણ વડે સર્વોત્તમ છે. તે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સર્વ દેશોમાં ઉત્તમ સૌરાષ્ટ્ર દેશ છે. તે દેશમાં સર્વ પર્વતોમાં ઉત્તમ પુંડરીકગિરિ છે. ત્યાં સર્વ દેવોમાં પ્રથમ શ્રી આદિનાથ ભગવાન છે. માટે તે ભરતક્ષેત્રને ધન્ય છે કે જ્યાં શત્રુંજય તીર્થ છે અને ત્યાં રહેનારા મનુષ્યોને પણ ધન્ય છે કે જેઓ તે તીર્થની અને શ્રી જિનેશ્વરની પૂજા કરે છે.'
આ પ્રમાણે પરમાત્માની દેશના સાંભળી ઇશાનપતિ તીર્થયાત્રા માટે ઉત્કંઠિત થઇને ક્ષણવારમાં શત્રુંજયગિરિ પર આવ્યા. આદિનાથ પ્રભુની સ્તુતિ કરતા, દર્શન કરતા, નમતા અને જિનવાણીનું શ્રવણ કરતા ઇન્દ્ર દેવોની સાથે ત્યાં અઢાઈ ઉત્સવ કર્યો. પછી ત્યાં અહંતના પ્રાસાદોને કાંઇક જીર્ણ થયેલા જોઇને તે સુરપતિએ દિવ્ય શક્તિથી ઉદ્ધાર કરાવ્યો. દંડવીર્ય રાજાના ઉદ્ધાર પછી સો સાગરોપમ પસાર થયા બાદ ઇશાનપતિએ પુંડરીકગિરિ ઉપર આ ત્રીજો ઉદ્ધાર કર્યો. • હસ્તિની દેવીનું દુષ્ટ ચેષ્ટિત :
એક વખતે ચૈત્રી પૂર્ણિમાને દિવસે સર્વ દેવતાઓ પુંડરીકગિરિ પર શ્રી ઋષભદેવ પ્રભુની યાત્રા માટે આવ્યા. તે સમયે નજીકમાં આવેલા હસ્તિસેન નામના નગરમાં કરોડ દેવીઓના પરિવારવાળી, પડતા કાળબળે મિથ્યાદ્રષ્ટિ સુહસ્તિની નામે એક દેવી ઉત્પન્ન થઈ હતી. મહાબલવાળી, ક્રૂર અને જિનધર્મ પર દ્વેષ રાખનારી તે દેવીએ તાલધ્વજગિરિ વગેરેના ક્ષેત્રપાલોને પોતાને વશ કરી લીધા હતા અને પોતાના ગર્વથી ઉન્મત્ત, સ્વેચ્છાચારી પરદ્રોહી અને મદ્ય-માંસ ખાવાની આશાવાળી સુહસ્તિની દેવીએ તીર્થ અવ્યવસ્થિત કરી નાખ્યું. જયારે આ દેવતાઓ શત્રુંજય તીર્થે આવ્યા, ત્યારે તેણે માયાથી શત્રુંજય જેવા ઘણા પર્વતો વિક્ર્વીને તેમને છેતરવા માંડ્યા. ઘણા શત્રુંજય
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૩૭