________________
મહાક્રૂર પ્લેચ્છોને જીતી લીધા. પછી ત્યાંથી હિમવંત પર્વતની દક્ષિણ બાજુએ આવ્યા. તે પર્વતના સ્વામીને સાધી, ત્યાંથી ઋષભકૂટ પાસે જઇ, કાકિણીરત્ન વડે ચક્રવર્તીએ પોતાનું નામ લખ્યું. ત્યાંથી વૈતાઢ્ય પર્વત પરના વિદ્યાધર રાજાઓને જીતી ત્યાં જ સ્થાપન કર્યા. પછી ગંગાના તીરે સૈન્ય રાખી ચક્રવર્તીના હુકમથી સેનાપતિએ ચર્મરત્ન વડે ગંગા ઉતરીને તે બાજુના રાજાઓને જીતી લીધા. ત્યાં અઠ્ઠમ તપ કરી ચક્રીએ ગંગાદેવીને પોતાને વશ કરી. પછી તમિસ્રાની જેમ ખંડપ્રપાતા ગુફાનું દ્વાર - તેના અધિષ્ઠાયક દેવને સાધીને ઉઘાડ્યું. તે ગુફામાંથી બહાર નીકલી, ગંગાના પશ્ચિમ કિનારે આવી, અઠ્ઠમ તપ કરી ત્યાં નવનિધિ પ્રાપ્ત કર્યા. આ રીતે પાંત્રીસ હજાર વર્ષ સુધી ભારત ચક્રવર્તીની જેમ દિગ્વિજય કરી સગર ચક્રવર્તી ચક્રની પાછળ ચાલતા અનુક્રમે અયોધ્યામાં આવ્યા. ત્યાં બત્રીસ હજાર રાજાઓએ, અનેક યક્ષોએ અને અન્ય મનુષ્યોએ મળીને તેમનો ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. આ રીતે પચીસ હજાર યક્ષોથી સેવાતા પખંડ ભરતક્ષેત્ર ઉપર રાજય કરવા લાગ્યા. • પરમાત્માનું પુંડરીકગિરિએ આગમન અને મયૂરદેવનો પૂર્વભવ :
આ સમયે સ્વામીએ જ્ઞાનથી શ્રી આદિનાથ પ્રભુએ પવિત્ર કરેલા પુંડરીકગિરિને જાણી તે તરફ વિહાર કર્યો અને શત્રુંજયગિરિ પાસે આવ્યા. ત્યાં પ્રભુ ધ્યાનમાં રહ્યા, તેવામાં પોતાના પીંછાના કલાપથી ભગવાન ઉપર ભક્તિથી છત્ર કરતો કોઈ એક મોર બીજા મયુરોથી પરિવરેલો ત્યાં આવ્યો. ત્યાં દેવોને જોયા છતાં ભય પામ્યા વિના ત્યાં જ રહ્યો. ધ્યાન પુરું થયા બાદ પ્રભુએ તે મયુરોને બોધ આપ્યો. પછી તે મયુરોની સાથે પ્રભુ શત્રુંજયગિરિના મુખ્ય શિખરે આવી રાયણ વૃક્ષની નીચે ત્રણ દિવસ રહ્યા. પ્રાતઃકાલે પેલા વૃદ્ધ મયુરનું મરણ નજીક આવેલું જાણી પ્રભુએ તેને સંલેખના કરાવી. પછી ત્યાંથી પ્રભુ દક્ષિણ પશ્ચિમ દિશાના માર્ગે ઉતરી સુભદ્ર નામના શિખર પર રહ્યા. તે સમયે દેવોએ સમવસરણ રચ્યું અને પ્રભુ સિંહાસન ઉપર બિરાજમાન થયા.
આ બાજુ પેલો વૃદ્ધ મયુર ચારે આહારનો ત્યાગ કરી સધ્યાન વડે પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને ચોથા દેવલોકમાં ગયો. “પોતાને સ્વર્ગ પ્રાપ્તિનું કારણ તીર્થ છે.” એવું અવધિજ્ઞાનથી જાણી શ્રી અજિતનાથ ભગવંતના તથા તે તીર્થનાં દર્શન કરવા ત્યાં આવ્યો, તેને “મયૂરદેવ ! આવો..' એમ પ્રભુએ બોલાવ્યો એટલે દેદીપ્યમાન કાંતિવાળો તે દેવ પ્રભુની સામે બેઠો.
તે વખતે સૌધર્મેન્દ્ર તે મોર-દેવ વિષે પૂછતાં ભગવંતે તે બધી હકીકત કહી અને કહ્યું કે તે એકાવતારી થઈ વ્રત ગ્રહણ કરી, કર્મ ખપાવી, કેવળજ્ઞાન પામી આ તીર્થે જ સિદ્ધિ પામશે.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૧૪૫