________________
નામનો શંખ મહાનેમિએ, દેવદત્ત નામનો શંખ અર્જુને, બલાહક નામનો શંખ અનાદિષ્ટએ મોટા નાદથી ફૂંકવા માંડ્યો. તેઓના શંખના ધ્વનિથી, ધનુષ્યના ટંકારવથી, રથના ચિત્કારથી અને બાણોના સમૂહથી શત્રુઓનું સૈન્ય દીનતા પામી ગયું. તે ત્રણ વીરોએ કોપ કરી ત્રણ ઠેકાણેથી શત્રુના વ્યૂહને તોડી પાડ્યો.
પછી મહાનેમિ સામે રૂક્મી, ધનંજ્ય સામે શિશુપાલ અને અનાદિષ્ટ સામે હિરણ્યનાભ ક્રોધથી યુદ્ધ કરવા આવ્યા. પરસ્પર વિવિધ આયુધને વર્ષાવતા તે છ વીરોનો સંગ્રામ દેવતાઓને પણ થોડા વખતમાં અતિ ભયંકર દેખાવા લાગ્યો. મહાનેમિથી રૂક્મીની રક્ષા કરવા માટે વેણુહારી વગેરે સાત રાજાઓ જરાસંઘની આજ્ઞાથી આવ્યા. તે આઠે વીરોનાં બાણોને મહાનેમિએ હાથચાલાકીથી છેદી નાખ્યા. છેવટે રૂક્મીએ વરુણ પાસેથી મેળવેલી શક્તિ છોડી. જેમાંથી તેમની આગળ અનેક ક્રૂર વ્યંતરો પ્રગટ થવા માંડ્યા. તેથી અરિષ્ટનેમિની આજ્ઞા લઇને માતલી સારથીએ મહાનેમિના બાણમાં તત્કાળ ઇન્દ્રના વજ્રનું સંક્રમણ કર્યું. વજ્રમય બાણના ઘાતથી મહાનેમિએ તત્કાલ તે શક્તિને પાડી નાખી અને રૂક્મીના કપાળમાં એક બીજું બાણ માર્યું. તેથી ભૂમિ પર પડી ગયેલા રૂક્મીને પોતાના રથમાં ઊપાડી લઇને વેણુહારી ત્યાંથી ચાલ્યો ગયો. એટલે બીજા સાત રાજાઓ પણ ભય પામીને નાસી ગયા. સમુદ્રવિજયે દ્રુમને, સ્તિમિતે ભદ્રકંઠને અને ક્ષોભ્યે સુસેનરાજાને મારી નાંખ્યો. આ રીતે યાદવ વીરોએ જરાસંઘ રાજાના ઘણા પરાક્રમી રાજાઓને યુદ્ધમાં મારી નાખ્યા. તે સમયે સૂર્ય પણ અસ્ત થયો અને સૈનિકો પોતાના આશ્રમસ્થાન તરફ ચાલ્યા ગયા. બીજે દિવસે પ્રાતઃકાળે હિરણ્યનાભ યાદવોની સેનામાં પેઠો. તત્કાળ જયસેન અને મહીય તેની સામે દોડી આવ્યા. તેઓનું લોહમય શસ્ત્રોથી અને દિવ્ય અસ્ત્રોથી મહાયુદ્ધ થયું. હિરણ્યનાભે અવસર મળતાં જ જયસેન અને મહીજ્યને મારી નાખ્યા. તેમનો વધ જોઇ ક્રોધ પામેલા અનાદષ્ટિએ હિરણ્યનાભના રથને તોડી ઘોડાને, સારથીને અને હિરણ્યનાભને અનુક્રમે મારી નાખ્યા તથા પોતાના બંધુઓ જયસેન તથા મહીજ્યનો નાશ સાંભળી રથનેમિએ જરાસંઘના ઓગણત્રીશ પુત્રોને મારી નાખ્યા. પછી રથનેમિ પોતાના સૈન્ય તરફ પાછો ફર્યો.
જરાસંઘ પ્રતિવાસુદેવનું કૃષ્ણ વાસુદેવની સાથે ભીષણ યુદ્ધ :
ત્રીજે દિવસે પ્રાતઃકાળે જરાસંઘે શિશુપાલને સેનાપતિ કર્યો અને પોતે રામકૃષ્ણનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી. શિશુપાલની આગળ જરાસંઘે પોતાનો ૨થ હાંક્યો. યમરાજ જેવા જરાસંઘને આવતો જોઇ બલભદ્રના દશ પુત્રો તેની સામે દોડ્યા. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૭૫
•