________________
આ પ્રમાણે પ્રભુની વાણી સાંભળી પાંચમા દેવલોકનો સ્વામી બ્રહ્મન્દ્ર પોતાના સ્વર્ગસુખ પ્રત્યે ઉદાસ થયો અને પ્રભુને પ્રણામ કરી વિનંતી કરી કે, “હે સ્વામી ! મારું આ સંસારનું પરિભ્રમણ અટકી શકશે કે નહીં ? અને મને મુક્તિ સુખનો ક્યારે પણ સંગમ થશે કે નહીં ?'
પ્રભુ બોલ્યા, “હે બ્રહ્મન્દ્ર ! આવતી અવસર્પિણીમાં બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ થશે. તેમનું ગણધર પદ મેળવી, ભવ્ય પ્રાણીઓને બોધ કરી, રેવતાચલનાં આભૂષણ થઇને તમે મુક્તિપદને પામશો. આ નિઃસંશય વાત છે. આ પ્રમાણે સાંભળી બ્રહ્મદ્ હર્ષથી પ્રફુલ્લિત નેત્રે પ્રભુને નમી પોતાના દેવલોકમાં ગયો અને મારા પ્રત્યે ઘણો અનુરાગ ધરવા લાગ્યો.”
“પોતાના ઉપર ભાવિમાં મારાથી ઉપકાર જાણી મારું ધ્યાન ધરવા માટે શ્રેષ્ઠ રત્નોથી તેણે મારી મૂર્તિ બનાવી. પછી નિત્ય તેની આગળ સંગીત કરી શાશ્વત પ્રતિમાની જેમ ત્રિકાળ તેની પૂજા કરવા લાગ્યો. એવી રીતે મારી ભક્તિમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, તે શુભધ્યાનમાં એક મન રાખી ઉત્તરોત્તર ઉત્તમ ભાવોને મેળવીને અહીં આ વરદત્ત થયેલ છે. તેણે મારી મૂર્તિ બનાવી અને તેની પૂજા કરી, તેના ફળથી તેણે ગણધરપદ મેળવ્યું અને મુક્તિ પામશે.”
તે સમયે વર્તમાન બ્રહ્મદ્રે ઊઠીને ત્યાં પ્રભુને નમસ્કાર કરીને કહ્યું, “હે વિભુ ! આપની તે મૂર્તિને હજુ પણ હું પૂછું છું અને મારા પૂર્વજ ઇન્દ્રોએ પણ ભક્તિથી તેની ઉપાસના કરેલી છે. અત્યારે આપના કહેવાથી જ તે પ્રતિમા અશાશ્વત છે એવું મારા જાણવામાં આવ્યું, નહીં તો હું અને બીજા તેને શાશ્વત જ માનતા હતા.'
પ્રભુ બોલ્યા, “હે ઇન્દ્ર ! તે મૂર્તિ અહીં લાવો. કેમકે શાશ્વત પ્રતિમા સિવાય બીજી પ્રતિમા દેવલોકમાં હોતી નથી. પ્રભુની આજ્ઞાથી ઇન્દ્ર તે મૂર્તિ શીધ્ર લઈ આવ્યા. એટલે કૃષ્ણ હર્ષથી પૂજા કરવા માટે પ્રભુની પાસેથી તે મૂર્તિની પ્રાર્થના કરી. પછી શ્રી નેમિનાથ પ્રભુના સ્વમુખે શ્રી તીર્થનું માહાભ્ય સાંભળવા લાગ્યા.
પ્રભુ બોલ્યા, “આ રૈવતાચલગિરિ પુંડરીક ગિરિરાજનું મુખ્ય શિખર છે. મંદાર અને કલ્પવૃક્ષો વગેરે ઉત્તમ વૃક્ષોથી વીંટાઈને રહેલું છે. તે મહાતીર્થ સ્પર્શથી પણ હિંસાના પાપને ટાળે છે. આ ગિરિરાજ પર આવીને જેઓ પોતાના ન્યાયોપાર્જિત ધનનો સુપાત્રમાં સદ્વ્યય કરે છે, તેઓને ભવોભવ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. ભવ્ય પ્રાણીઓમાં ઉત્તમ એવો જે કોઈ પ્રાણી આ તીર્થમાં માત્ર એક દિવસ પણ શીલ ધારણ કરે છે, તે હંમેશાં સુર, અસુર, નર અને નારીઓથી સેવવા યોગ્ય થાય છે. વળી જે વિવેકી પુરુષ અહીં દશ પ્રકારના પ્રત્યાખ્યાન (તપ) કરે છે, તેને
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૯૩