________________
ચંદ્રશેખરની પ્રસન્નતાનો પાર ન રહ્યો. એ અંજન આંજી ચંદ્રાવતીના મહેલમાં જઈ ચંદ્રાવતી સાથે યથેચ્છ વિલાસ કરવા માંડ્યો...!
આ રીતે દરરોજ ચંદ્રશેખર ગુપ્તપણે મહેલમાં આવી પોતાની વાસનાની પૂર્તિ કરતો. રાજા મૃગધ્વજ આ વાતથી સાવ અજાણ હતો...!
સમય જતા ચંદ્રાવતીએ ગુપ્તપણે એક પુત્રને જન્મ આપ્યો ને એનું નામ ચન્દ્રાંક પાડ્યું. ચંદ્રશેખરે ચન્દ્રાંકને લઇ જઇ પોતાની રાણી યશોમતીને સાચવવા સોંપી દીધો...!
યશોમતી પોતાના પતિને પોતાનાથી વિરક્ત બની ચંદ્રાવતીમાં અનુરક્ત થયેલા જાણતી હતી. છતાં સમભાવે બધું સહેતી હતી અને ચન્દ્રાંકને પોતાના જ પુત્રની જેમ પ્રેમથી ઉછેરતી હતી...!
ચંદ્રશેખર તો.. ચંદ્રાવતીની પાછળ પાગલ બની વર્ષોથી ત્યાં જ રહેતો. કોકવાર પોતાને ત્યાં આવતો હતો...!
આ બાજુ ચન્દ્રક પણ મોટો થઇ ગયો હતો. દેવકુમાર જેવું એનું રૂપ હતું. પતિ વિરહિણી યશોમતીને પુત્ર ચન્દ્રાંકના યૌવનને જોઇ એક પાપ વિચાર આવી ગયો...!
અને એણે ચન્દ્રાંકને પોતાનો વિચાર દર્શાવ્યો ! ચન્દ્રાંક તો એકદમ હેબતાઇ જઈ બોલ્યો, “માં ! તું આ શું બોલે છે ?'
ત્યારે યશોમતીએ કહ્યું, ‘હું ક્યાં તારી મા છું. તારી મા તો ચંદ્રાવતી છે ને તારો બાપ મૃગધ્વજ છે...!!
એ જ વખતે ચન્દ્રાંક મા-બાપની શોધમાં નીકળી પડ્યો. ને એક દિવસ રાજા મૃગધ્વજ પાસે આવી પહોંચ્યો.
યશોમતી યોગિની બની તીવ્ર તપ કરવા લાગી. તપના પ્રભાવે એને અવધિજ્ઞાન થયું, તે હું યશોમતી યોગિની છું. હે રાજન્ ! અવધિજ્ઞાનથી જાણી આ સર્વ વૃત્તાંત મેં તમને કહ્યો.
જયારે ચંદ્રશેખરે ચન્દ્રાંકને મૃગધ્વજ પાસે બેઠેલો જોયો, ત્યારે એને યક્ષનું વચન યાદ આવ્યું ને એ ભાગી છૂટ્યો.
રાજા મૃગધ્વજને બધી વાતની ખબર પડી ત્યારે એમને ગુસ્સો આવ્યો, પણ યોગિનીએ સંસારસ્વરૂપ સમજાવવાથી વૈરાગ્ય થયો. એમણે કોઇને આ વૃત્તાંત કહ્યો નહિ અને પોતે નક્કી કર્યું કે હવે સંસારમાં રહેવું નથી...! આથી પોતાના મોટા પુત્ર શુકરાજને રાજય સોંપી સંયમ લીધું. ચન્દ્રાંકે પણ પિતાની સાથે જ સંયમ લીધું.
હવે, શુકરાજ રાજા બન્યા. થોડા વર્ષોમાં તો એણે પોતાના કેંક શત્રુને જીતી લઇ ચારેબાજુ પોતાની કીર્તિ પ્રસરાવી દીધી.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૪૮